નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા પર રાષ્ટ્રના નામ સંદેશમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, દેશના દરેક નાગરિકો રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ કરે છે. તેમણે કહ્યું કે, આજે આપણે એક મહત્વના સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ, તેથી આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે લક્ષ્યને ભટકારનાર મુદ્દાથી ન ભટક્યે. આપણા દેશમાં ફેરફાર અને વિકાસ ઝડપથી થઈ રહ્યો છે અને તેની ચારે તરફ પ્રશંસા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, આપણે સૈનિકોના સારા હથિયાર ઉપલબ્ધ કરાવીએ, સૈનિકોને કલ્યાણકારી સુવિધાઓ પ્રદાન કરીએ છીએ, ત્યારે આપણે સ્વાધીનતા સેનાનીઓના સપનાનું ભારત બનાવીએ છીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે, થોડા દિવસ બાદ મહાત્મા ગાંધીની 150મી જયંતિનો કાર્યક્રમ શરૂ થશે. તેમણે કહ્યું કે, વિશ્વભરમાં ગાંધીજીને સન્માન આપવામાં આવે છે. આપણે તેમના આદર્શોને સમજવા પડશે. ગાંધીજીએ ચંપારણમાં સ્વસ્છતા અભિયાન શરૂ કર્યું. તેમણે સ્વચ્છતાને સ્વાધીનતા માટે મહત્વનું માન્યું હતું. ગાંધીજી માટે સ્વાધીનતાનો અર્થ દેશની આઝાદી ન હતો, પરંતુ ગરીબ વ્યક્તિ મજબૂત થાય, સ્વસ્થ હોય, આ તેમનું માનવું હતું. તેમણે કહ્યું કે, આપણા સૈનિક સરહદો પર, બરફના પહાડો પર, આગ ઝરતી ગરમીમાં, સમુદ્રમાં કે આકાશમાં, બહાદૂરી અને સાવધાનીથી દેશની સુરક્ષામાં સમર્પિત રહે છે. તેઓ બહારની આફતથી સુરક્ષા કરીને આપણી સ્વાધીનતા સુનિશ્ચિત કરે છે. 



તેમણે કહ્યું કે, એક રાષ્ટ્ર અને સમાજના રૂપમાં આપણે તે નક્કી કરવાનું છે કે મહિલાઓના જીવનમાં આગળ વધવાના તમામ અધિકાર અને ક્ષમતાઓ ઉપલબ્ધ હોય. જ્યારે આપણે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતા ઉદ્યોગો કે સ્ટાર્ટ-અપ માટે આર્થિક સંસાધન ઉપલબ્ધ કરાવીએ છીએ. કરોડો ઘરોમાં ગેસ કનેક્શન પહોંચાડીએ છીએ અને આ રીતે મહિલાઓનું સશક્તિકરણ કરીએ છીએ, ત્યારે આપણે આપણા સ્વતંત્રતા સેનાનીઓના સપનાનું ભારત બનાવીએ છીએ. 


નૌજવાનોને આહ્વાન કરતા રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું, અનેક વિશ્વવિદ્યાલયોમાં મારા સંવાદો દરમિયાન મેં વિદ્યાર્થીઓને આગ્રહ કર્યો કે તેઓ વર્ષમાં ચાર-પાંચ દિવસ કોઇ ગામમાં પસાર કરે. યૂ.એસ.આર એટલે કે યૂનિવર્સિટીની સામાજીક જવાબદારીના રૂપમાં કરવામાં આવતા આ પ્રયાસથી વિદ્યાર્થીઓને પોતાના દેશની વાસ્તવિકતાઓ વિશે જાણકારી વધશે. તેમને સામાજીક કલ્યાણના કાર્યક્રમોના પ્રભાવને સારી રીતે સમજી શકશે. આ પહેલથી વિદ્યાર્થીઓને પણ લાભ થશે અને સાથે ગ્રામીણ વિસ્તારને મદદ મળશે.