નવી દિલ્હીઃ નિવર્તમાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એનવી રમણા 16 મહિના કરતા વધુ સમય સર્વોચ્ચ પદે સેવા કર્યા બાદ સેવાનિવૃત્ત થઈ રહ્યા છે. તેમના માટે શુક્રવારે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. પોતાની ફેરવેલ સ્પીચમાં એનવી રમણાએ કહ્યુ કે તે લોકપ્રિય ધારણા છે કે ન્યાયપાલિકા સામાન્ય જનતાથી ઘણી દૂર છે. હજુ પણ લાખો દબાયેલા લોકો છે, જેને ન્યાયિક મદદની જરૂર છે અને જરૂરીયાતના સમયે કોર્ટનો સંપર્ક કરવા માટે ભયભીત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે ન્યાયપાલિકા મીડિયામાં પોતાની વાત રાખતી નથી. મીડિયા ન્યાયપાલિકાની વાતોને સામાન્ય જનતા સુધી પહોંચાડે છે. તેવામાં લોકો બંધારણ વિશે જ્ઞાનથી વંચિત થઈ જાય છે. આ ધારણાઓને દૂર કરવી અને ન્યાયપાલિકાની આસપાસ જાગરૂકતા અને વિશ્વાસ પેદા કરવાના માધ્યમથી બંધારણને લોકોને નજીક લાવવું મારૂ બંધારણીય કર્તવ્ય હતું. મારો પ્રયાસ માત્ર ન્યાય પહોંચાડવા સુધી ન રહ્યો, પરંતુ દેશની જનતાને જાગરૂત કરવા માટે પણ રહ્યો છે. 


આ પણ વાંચોઃ પીએમ મોદીની લોકપ્રિયતા સામે દિગ્ગજો ફેલ, દુનિયાના 22 નેતાઓના લિસ્ટમાં ટોપ પર


સીજીઆઈના પદ પર 16 મહિના સુધી રહ્યાં
જસ્ટિસ રમણા સુપ્રીમ કોર્ટમાં લગભગ 8 વર્ષ સુધી અને ચીફ જસ્ટિસના પદ પર 16 મહિના સુધી રહ્યા બાદ આજે એટલે કે શુક્રવારે સેવાનિવૃત્ત થઈ રહ્યાં છે. તેમની જગ્યા ન્યાયમૂર્તિ યૂયૂ લલિત લેશે. નિવર્તમાન સીજેઆઈના વિદાય સમારોહમાં જસ્ટિસ યૂયૂ લલિતે કહ્યુ કે, હું 74 દિવસની આગામી ઈનિંગમાં આ ત્રણ ક્ષેત્રમાં રાખવાનો ઈરાદો રાખુ છું. પ્રથમ અમે લિસ્ટિંગને સરળ, સ્પષ્ટ અને પારદર્શી બનાવવા માટે ખુબ મહેનત કરીશું. 


તેમણે કહ્યું કે બીજુ તમારી પાસે એક સ્પષ્ટ શાસન હશે જ્યાં કોઈપણ જરૂરી મામલાને સંબંધિત કોર્ટ સમક્ષ  સ્વતંત્ર રૂપથી ઉલ્લેખ કરી શકાય છે. ત્રીજુ બંધારણીય પીઠોની સમક્ષ મામલાની યાદી અને એવા મામલા જે વિશેષ રૂપથી ત્રણ ન્યાયાધીશોની પીઠોને સંદર્ભિત કરવામાં આવે છે, અમે તે નક્કી કરીશું કે અમારા પાસે વર્ષમાં ઓછામાં ઓછી એક બંધારણીય પીઠ હંમેશા કામ કરશે. 


આ પણ વાંચોઃ ખુશબુ સુંદર તમારા પર ગર્વ થઈ રહ્યો છે.. કોંગ્રેસના શશિ થરૂરે ભાજપ નેતાના કર્યાં વખાણ  


આંધ્ર પ્રદેશના વતની છે એનવી રમણા
નોંધનીય છે કે આંધ્ર પ્રદેશના કૃષ્ણા જિલ્લાના પોન્નાવરમ ગામમાં એક કિસાન પરિવારમાંથી આવતા જસ્ટિસ એનવી રમણાએ 24 એપ્રિલ, 2021ના સીજેઆઈ એસએ બોબડેનું સ્થાન લીધુ હતું. તેઓ 16 મહિના સુધી ભારતના ચીફ જસ્ટિસ રહ્યા બાદ નિવૃત્ત થઈ રહ્યાં છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube