નવી દિલ્હી: મેડિકલ પ્રવેશ પરીક્ષા નીટ અને એન્જીનિયરિંગ પ્રવેશ પરીક્ષ જેઇઇ મેન્સ માટે 14 લાખથી વધુ ઉમેદવારોએ પ્રવેશ પત્ર ડાઉનલોડ કરવામાં આવ્યા છે જેની પરીક્ષા સપ્ટેમ્બરમાં નિર્ધારિત છે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીઓના અધિકારીઓએ આ જાણકારી આપી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ)એ બુધવારે બપોરે 12 વાગે નીટ માટે પ્રવેશ પત્ર ઇશ્યૂ કરવામાં આવ્યા. કોવિડ 19ને ધ્યાનમાં રાખતા નીટ અને જેઇઇ મેન્સ પરીક્ષાને સ્થગિત કરવાની વિભન્ન વર્ગો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સસ્તુ થઇ ગયું છે સોનું! ખરીદવાનો છે સોનેરી અવસર, જાણો શું છે 10 ગ્રામનો ભાવ


એનટીએના અધિકારીઓએ કહ્યું કે ''નીટ પરીક્ષા માટે પ્રવેશ પત્ર 12 વાગ્યાથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે. પહેલાં ત્રણ કલાકમાં 4 લાખથી વધુ ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડ કર્યા. સાંજ સુધી આ સંખ્યા વધીને 6.84 લાખ થઇ ગઇ. તેમણે કહ્યું કે અમે એ સુનિશ્વિત કર્યું છે કે 99 ટકા ઉમેદવારોને તેમની પ્રથમ પસંદના પરીક્ષા કેન્દ્રવાળા શહેર ફાળવવામાં આવે. 


એન્જીનિયરિંગ માટે જેઇઇ એકથી છ સપ્ટેમ્બર વચ્ચે થશે જ્યારે નીટ 13 સપ્ટેમ્બરના રોજ યોજાવવાની છે. નીટ માટે 15.97 લાખ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. 

રાજકોટથી દાઉદના કરાચીવાળા ઘરનું અંતર માત્ર 480 KM, ફક્ત 3 મિનિટમાં પહોંચી શકે છે મિસાઇલ


અધિકારીઓએ જણાવ્યું છે કે જેઇઇ મેન્સ માટે 8.58 લાખમાંથી 7.41 લાખ ઉમેદવારોએ પ્રવેશપત્ર ડાઉનલોડ કરી લીધા છે. 332 ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર બદલવાનો આગ્રહ કર્યો અને તેના પર સકારાત્મક રીતે વિચાર કરવામાં આવી રહ્યો છે. 


કોવિડ-19 મહામારીના કારણે આ પ્રવેશ પરીક્ષાઓને સ્થગિત કરવાની માંગ વધી રહી છે. જોકે શિક્ષણ મંત્રાલયે ભાર મુક્યો છે કે પરીક્ષાઓ નિર્ધારિત સમયે જ સપ્ટેમ્બરમાં થશે. 

આ Apps ખાલી કરી શકે છે તમારું બેન્ક એકાઉન્ટ, જલદીથી જોઇ લો લિસ્ટ


એનટીએ સપ્ટેમ્બરમાં યોજાનારી મેડિકલ અને એન્જીનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓ (નીટ અને જેઇઇ) માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા વધારવા, એક સીટ છોડીને બેસાડવા, દરેક રૂમમાં ઓછા ઉમેદવારોને બેસાડવા અને એન્ટ્રી-એક્ઝિટની અલગ વ્યવસ્થા જેવા પગલાં ભરશે. 


એનટીએ મંગળવારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે જેઇઇ માટે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા 570થી વધારીને 660 કરી દેવામાં આવી છે જ્યારે નીટ હવે 2546 કેન્દ્રોના બદલે 3,843 કેન્દ્રો પર યોજાશે. જેઇઇ કોમ્યુટર આધારિત પરીક્ષા છે જ્યારે નીટ પારંપારિક રીતે પેન અને કાગળ પર થાય છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે ઉપરાંત જેઇઇ-મુખ્ય પરીક્ષા માટે પાળીઓની સંખ્યા આઠથી વધારીને 12 કરી દેવામાં આવી છે અને દરેક પાળીમાં વિદ્યાર્થીઓની સંખ્યાહ અવે 1.32 લાખથી ઘટાડીને 85,000 થઇ ગઇ છે. 

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા કોરોનાના 8થી વધારે સ્ટ્રેન, દર 15 દિવસે બદલાઇ રહ્યો છે કોરોના


તેમાં કહેવામાં આવ્યું છે કે 'સોશિયલ ડિસ્ટન્સનું પાલન સુનિશ્વિત કરવા માટે જેઇઇ-મુખ્ય પરીક્ષામાં વિદ્યાર્થીઓને પરીક્ષા કક્ષમાં એક સીટ છોડીને બેસાડવામાં આવશે જ્યારે નીટમાં એક રૂમમાં વિદ્યાર્થીઓની સંખ્યા 24થી ઘટાડીને 12 કરી દેવામાં આવે છે. તો બેજી તરફ પરીક્ષા કક્ષની બહાર સામાજિક અંતરનું પાલન કરાવવા માટે ઉમેદવારોનું વિશેષ પ્રવેશ અને એક્ઝિટ હશે. ઉમેદવારોને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા સહિત અન્ય ચર્ચા કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષાર્થીઓ અને તેમના માતા-પિતાએ કોરોના વાયરસના વધતા જતા કેસનાથી પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube