High Court એ સરકારને આડે હાથ લીધી, કહ્યું- `ઓક્સિજનની અછતથી મોત એ નરસંહાર સમાન કહેવાય`
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ઓક્સિજન (Oxygen) ની કમીથી થઈ રહેલા મૃત્યુ પર હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા નારાજગી વ્યક્ત કરી છે. પોતાના આદેશમાં અલાહાબાદ હાઈકોર્ટે હોસ્પિટલોમાં આક્સિજનની આપૂર્તિ ન થવાથી કોવિડ-19 દર્દીઓના મોતને અપરાધિક કૃત્ય ગણાવતા નરસંહાર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે `જેમના ઉપર સતત ઓક્સિજન સપ્લાયની જવાબદારી હતી તેવા લોકો આ નરસંહાર માટે જવાબદાર છે.`
પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) માં ઓક્સિજન (Oxygen) ની કમીથી થઈ રહેલા મૃત્યુ પર હાઈકોર્ટે આકરી ટિપ્પણી કરતા નારાજગી વ્યક્ત કરી છે. પોતાના આદેશમાં અલાહાબાદ હાઈકોર્ટે હોસ્પિટલોમાં આક્સિજનની આપૂર્તિ ન થવાથી કોવિડ-19 દર્દીઓના મોતને અપરાધિક કૃત્ય ગણાવતા નરસંહાર ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે 'જેમના ઉપર સતત ઓક્સિજન સપ્લાયની જવાબદારી હતી તેવા લોકો આ નરસંહાર માટે જવાબદાર છે.'
લખનૌ અને મેરઠના ડીએમ પાસે માંગ્યો રિપોર્ટ
કોર્ટે આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ એવા રિપોર્ટ્સ પર આપી જે મુજબ ઓક્સિજન (Oxygen) ની કમીના કારણે લખનૌ અને મેરઠ જિલ્લામાં કોવિડ દર્દીઓના જીવ ગયા. કોર્ટે લખનૌ અને મેરઠ જિલ્લાધિકારીઓને નિર્દેશ આપ્યા કે તેઓ 48 કલાકની અંદર તપાસ કરાવીને રિપોર્ટ સોંપે અને આગામી સુનાવણી પર ઓનલાઈન હાજર રહે.
આ ફરિયાદો પર ચિંતા
મેરઠ મેડિકલ કોલેજના નવા ટ્રોમા સેન્ટરના આઈસીયુમાં ઓક્સિજન નહીં મળવાના કારણે પાંચ દર્દીઓના મોતના ખબર સોશિયલ મીડિયા પર વાયરલ થયા. એ જ રીતે લખનૌના ગોમતી નગરમાં સન હોસ્પિટલ અને એક અન્ય ખાનગી હોસ્પિટલમાં ઓક્સિજનની આપૂર્તિ નહીં તવાથી ડોક્ટરો દ્વારા કોવિડ દર્દીઓને પોતાની વ્યવસ્થા જાતે કરી લેવાના ખબર પણ સોશિયલ મીડિયા પર છે.
બીજી બાજુ ગેરકાયદે રીતે જપ્ત ઓક્સિજન સિલિન્ડર, રેમડેસિવિર ઈન્જેક્શન, ગોળીઓ અને ઓક્સિમીટરને માલખાનામાં રાખવા બદલ કોર્ટે કહ્યું કે આ વસ્તુઓને માલખાનામાં રાખવી એ કોઈ પણ પ્રકારે જનહિતમાં નથી કારણ કે તે બધી ખરાબ થઈ જશે.
પેનલે કહ્યું કે 'જ્યારે વિજ્ઞાન આટલી બધી પ્રગતિ કરી ગયું છે કે હાલના દિવસોમાં હાર્ટ ટ્રાન્સ્પ્લાન્ટ અને મસ્તિકની સર્જરી થઈ રહી છે એવામાં આપણે આપણા લોકોને આ પ્રકારે કેવી રીતે મરવા દઈ શકીએ? સામાન્ય રીતે અમે સોશિયલ મીડિયા પર વાયરલ ખબરોની તપાસ માટે રાજ્ય અને જિલ્લા પ્રશાસનને કહેતા નથી પરંતુ આ અરજીમાં હાજર વકીલ આ પ્રકારની ખબરોનું સમર્થન કરી રહ્યા છે. આથી અમારું સરકારને તત્કાળ આ અંગે પગલું લેવા માટે કહેવું જરૂરી છે.'
કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે
સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube