કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે

AIIMS ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ હળવા લક્ષણોવાળા કોરોના દર્દીઓએ શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડથી બચવું જોઈએ. કારણ કે શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડ લેવાથી શરીર પર ખોટો પ્રભાવ પડે છે. 

કોરોનાના હળવા લક્ષણોવાળા દર્દીઓએ આ દવા ન લેવી જોઈએ, ઓક્સિજન લેવલ ઓછું થઈ શકે છે

નવી દિલ્હી:AIIMS ના ડાઈરેક્ટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ હળવા લક્ષણોવાળા કોરોના દર્દીઓએ શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડથી બચવું જોઈએ. કારણ કે શરૂઆતના દિવસોમાં સ્ટેરોઈડ લેવાથી શરીર પર ખોટો પ્રભાવ પડે છે. 

એમ્સના ડાઈરેક્ટરનું માનીએ તો જેમને મોડરેટ સિમ્પટમ્સ હોય તેમને જ ઓક્સિજન, સ્ટેરોઈડ અને મેડિસિનની જરૂર પડે છે. ઓછા લક્ષણોવાલા કોવિડ-19 દર્દીઓ જો સ્ટેરોઈડ લે તો તેમનામાં ઓક્સિજનની કમી થઈ શકે છે અને હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ પેદા થઈ શકે છે. 

Moderate Illnesses માં જ સ્ટેરોઈડ લો
એમ્સ પ્રમુખે કહ્યું કે શરૂઆતી તબક્કામાં સ્ટેરોઈડ(Steroid)  લેનારા દર્દીઓને ન્યુમોનિયા થઈ શકે છે. Moderate Illnesses કેસમાં જ સ્ટેરોઈડ લેવું જોઈએ. ડોક્ટર પણ આવી સલાહ આપે છે.  તેમણે જણાવ્યું કે 93થી નીચે ઓક્સિજન સ્તર જવાથી, વધુ થાક, છાતીમાં દુખાવો થવા પર ઘરમાં આઈસોલેશનમાં રહેતા દર્દીઓએ તરત હોસ્પિટલમાં દાખલ થવું જોઈએ. આવા દર્દીઓએ એક ડોક્ટરના સંપર્કમાં રહેવું જોઈએ. હાઈ રિસ્કવાળા દર્દીઓનું વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. 

મોડરેટ કેસમાં ત્રણ વિકલ્પ
ગુલેરિયાએ વધુમાં કહ્યું કે Moderate Illnesses કેસમાં ત્રણ પ્રકારના ઈલાજ- ઓક્સિજન (oxygen therapy) થેરેપી, સ્ટેરોઈડ (Steroids) અને એન્ટીકોગુલેન્ટ (Anticoagulants) પ્રભાવી હોય છે. એમ્સના પ્રમુખ અગાઉ કોવિડ-19 કેસમાં સીટી સ્કેન કરાવવા અંગે પણ ચેતવણી આપી ચૂક્યા છે. તેમણે કહ્યું કે તેની સાઈડ ઈફેક્ટ હોય છે અને નુકસાન થઈ શકે છે. 

CT Scan થી પણ જોખમ
હળવા સંક્રમણના કેસોમાં સીટી સ્કેન નહીં કરાવવા પર ભાર મૂકતા એમ્સના ડાઈરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અનેક લોકો કોરોના વાયરસ સંક્રમિત થયા બાદ સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ સાથે જ તેમણે ચેતવ્યા કે જરૂરિયાત વગર સીટી સ્કેન કરાવવામાં આવે તો નુકસાન થઈ શકે છે. ડો. ગુલેરિયાએ કહ્યું કે એક સીટી સ્કેન300થી 400 છાતી એક્સરે સમાન છે. આંકડા મુજબ યુવા અવસ્થામાં વારંવાર સીટી સ્કેન કરાવવાથી પાછળથી કેન્સરનું જોખમ વધી શકે છે. પોતાની જાતને વારંવાર રેડિએશનના સંપર્કમાં લાવવાથી નુકસાન થઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news