નાસિક: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેર સતત ચાલુ છે. દરરજો કોવિડ-19ના અઢળક કેસ સામે આવી રહ્યા છે. આ કારણે અનેક રાજ્યોમાં ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે મહારાષ્ટ્ર (Maharashtra) ના નાસિકની એક હોસ્પિટલમાં મોટી દુર્ઘટના ઘટી. ઝાકિર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અકસ્માતમાં અત્યાર સુધીમાં 22 દર્દીના મોત
સ્થાનિક પ્રશાસનનું કહેવું છે કે લીકેજના કારણે ઓક્સિજનનો સપ્લાય લગભગ અડધા કલાક સુધી ઠપ થઈ ગયો. જેના કારણે પુરવઠો ખોરવાઈ જતા 22 જેટલા દર્દીઓના અત્યાર સુધીમાં મોત થયા છે. અનેકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ આ ઘટના ઘટી ત્યારે હોસ્પિટલમાં વેન્ટિલેટર પર 23 દર્દી હતા. જ્યારે કુલ 171 દર્દી હતા. ઓક્સિજન લીક થયા બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. 


Corona Update: કોરોનાનો જબરદસ્ત મોટો વિસ્ફોટ, એક દિવસમાં 2.95 લાખથી વધુ કેસ, 2023ના મોત


Video: આ ટચુકડું ગામ હંફાવી રહ્યું છે જીવલેણ કોરોનાને, દેશમાં હાહાકાર પણ ગામમાં એક પણ કેસ નથી નોંધાયો


Coronavirus: ભારતમાં B.1.617 ના કારણે કોરોનાની સ્થિતિ ગંભીર!, દુનિયા પણ હલી ગઈ, જાણો કેમ છે જોખમી?


 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube