ચેન્નાઈ: જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 નાબુદીને લઈને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે પીએમ મોદી અને ભાજપ પર નિશાન સાધ્યું છે. પી. ચિદમ્બરમે આરોપ લગાવ્યો છે કે "જમ્મુ અને કાશ્મીરમાં મુસલમાનો વધુ છે આથી કેન્દ્ર સરકારે ત્યાંથી કલમ 370ની મોટાભાગની જોગવાઈઓ હટાવી છે. ચેન્નાઈમાં એક કાર્યક્રમમાં બોલતા ચિદમ્બરમે કહ્યું કે જો જમ્મુ અને કાશ્મીર હિન્દુ બહુમતીવાળુ રાજ્ય હોત તો ભાજપ આ રાજ્યના વિશેષ દરજ્જાને પાછો ન ખેંચત. પરંતુ  કારણ કે કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી છે આથી કલમ 370ની મોટા ભાગની જોગવાઈ રદ કરી નાખી."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 અને 35એ હટાવી દીધી છે. સરકારે લોકસભા અને રાજ્યસભા બંનેમાંથી આ અંગેનું પુન:ગઠન બિલ પાસ કરાવી  લીધુ છે અને જમ્મુ કાશ્મીર તથા લદ્દાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશમાં રાજ્યને વહેંચી દીધુ છે. 


દેશમાં અદા થઈ રહી છે નમાજ, J&Kમાં પૂંછ અને રાજૌરીમાં મોબાઈલ સેવા શરૂ


જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કલમ 370 હટાવવાના નિર્ણય પર રવિવારે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર તથા લદ્દાખનો વિકાસ થશે. અહીંના નેતાઓ પોતાના લોકોને ખોટા સપના બતાવતા હતાં, ક્યારેક આઝાદીનું, ક્યારેક સ્વરાજ્યનું, ક્યારેક પાકિસ્તાનનું અને તેમને ખોટા સપનામાં રાખતા હતાં. પહેલા અહીં ભ્રષ્ટાચાર હતો, અહીંના નેતાઓના દિલ્હી, મુંબઈ, લંડન, દુબઈમાં મકાનો છે. ગરીબ માણસને કેટલાક નેતાઓ આર્ટિકલ 370 બતાવી રાખી હતી બસ. મેં રાજ્યમાં 52 ડિગ્રી  કોલેજ આપી. પોલીસ, એસપીઓની ભરતી કરાવી રહ્યાં છીએ. સરકારમાં જેટલી જગ્યાઓ ખાલી છે તે તમામ પદો પર નોકરીના આદેશ મુખ્ય સચિવને અપાયા છે. જેથી કરીને જમ્મુ કાશ્મીરના યુવાઓને નોકરી મળે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...