LIVE: જમ્મુ-કાશ્મીરમાં ઈદની રોનક, શ્રીનગરમાં મહિલાઓએ પણ અદા કરી નમાજ
દેશમાં આજે બકરી ઈદના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. જે હેઠળ દિલ્હીના જામા મસ્જિદમાં લોકોએ સવારે નમાજ અદા કરી છે. આ સાથે જ મુંબઈની હામિદિયા મસ્જિદમાં પણ નમાજ અદા કરવામાં આવી. દિલ્હી અને મુંબઈ ઉપરાંત દેશના અલગ અલગ ભાગોમાં બકરી ઈદની નમાજ અદા કરવામાં આવી રહી છે. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં હાલાત સામાન્ય થઈ ગયા છે. કલમ 144 હટ્યા બાદ લોકોએ બજારો તરફ દોટ મૂકી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશમાં આજે બકરી ઈદના તહેવારની ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. જે હેઠળ દિલ્હીના જામા મસ્જિદમાં લોકોએ સવારે નમાજ અદા કરી છે. આ સાથે જ મુંબઈની હામિદિયા મસ્જિદમાં પણ નમાજ અદા કરવામાં આવી. દિલ્હી અને મુંબઈ ઉપરાંત દેશના અલગ અલગ ભાગોમાં બકરી ઈદની નમાજ અદા કરવામાં આવી રહી છે. બીજી બાજુ જમ્મુ અને કાશ્મીરમાં હાલાત સામાન્ય થઈ ગયા છે. કલમ 144 હટ્યા બાદ લોકોએ બજારો તરફ દોટ મૂકી છે. બકરી ઈદ પર જમ્મુ અને કાશ્મીરના પૂંછ તથા રાજૌરીમાં મોબાઈલ સેવાઓ શરૂ કરી દેવાઈ છે. બકરી ઈદના અવસરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે.
SRINAGAR: People offered Eid namaz in the morning at Mohalla mosques on #EidAlAdha, today. Large groups of people are not allowed to assemble, traffic restrictions in place. #JammuAndKasmir pic.twitter.com/CA2QDcHxND
— ANI (@ANI) August 12, 2019
શ્રીનગરમાં સોમવારે સવારે બકરી ઈદની નમાજ અદા કરવામાં આવી. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકો મસ્જિદમાં ભેગા થયા હતાં. પોલીસ ઓફિસરોએ શ્રીનગરમાં લોકોને ગળે લગાવીને બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવી. પોલીસે લોકોને મીઠાઈ પણ વહેંચી. આ દરમિયાન લોકો ખુશ જોવા મળ્યાં. શ્રીનગરની મસ્જિદમાં મહિલાઓએ પણ નમાજ અદા કરી.
જો કે શહેરમાં મોટી સંખ્યામાં ભેગા થવા પર પાબંદી છે. આ સાથે જ ટ્રાફિકને લઈને પણ કેટલાક પ્રતિબંધ લગાવવામાં આવ્યાં છે. ભારત-બાંગ્લાદેશ બોર્ડર પર બીએસએફ અને બોર્ડર ગાર્ડ્સ બાંગ્લાદેશ વચ્ચે બકરી ઈદ અવસરે મીઠાઈનું આદાન પ્રદાન થયું છે. જો કે આ વખતે બકરી ઈદના અવસરે ભારત પાકિસ્તાન સરહદે બીએસએફ અને પાકિસ્તાની રેન્જર્સ વચ્ચે મીઠાઈનું આદાન પ્રદાન થયું નથી.
આ બાજુ આઈબીએ અલર્ટ જાહેર કરતા કહ્યું છે કે જૈશ એ મોહમ્મદના ફિદાયીન આતંકીઓ બકરી ઈદના તહેવાર પર મોટા હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે. રિપોર્ટ મુજબ કાશ્મીરના અલગ અલગ વિસ્તારોમાં ફિદાયીન, પુલવામા જેવા આતંકી હુમલાની ઘટનાને આતંકીઓ અંજામ આપી શકે છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈસ્લામિક સ્ટેટ અને પાકિસ્તાન સમર્થિક પ્રો રેડિકલ આતંકવાદી સંગઠન ભીડભાડવાળા સ્થાનો બસડેપો, રેલવે સ્ટેશન, એરપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ સ્થાનોને નિશાન બનાવી શકે છે.
જુઓ LIVE TV
દિલ્હીના કાશ્મીરી ગેટ ખાતે આવેલા પંજા શરીફ દરગાહમાં ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ બકરી ઈદની નમાજ અદા કરી. ભોપાલમાં પણ ઈદગાહ મસ્જિદમાં નમાજ અદા કરાઈ છે.
આઈબીના ટોચના અધિકારીઓએ કહ્યું છે કે આઈએસ હજુ સુધી ભારતમાં આતંકી હુમલો કરવામાં સફળ થયું નથી. પરંતુ જમ્મુ કાશ્મીર માટે સરકારે લીધેલા નિર્ણયથી તે ગુસ્સામાં છે. જો કે ભારતમાં તાલિબાન સમર્થિત કેટલાક સ્લિપર મોડ્યુલની હાજરીની જાણકારી મળી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (એએનઆઈ)એ હાલમાં જ અનેક રાજ્યોમાં દરોડા પાડ્યા છે.
ઈદ ઉલ અઝહા (Eid al-Adha)ના એક દિવસ પહેલા લોકોએ બજારોમાં ખરીદી કરી. બેંકોના એટીએમની સામે લોકોની સારી એવી ભીડ જોવા મળી. રવિવાર હોવા છતાં બેંકો ખુલ્લી રહી હતી. ડિવિઝનલ કમિશનર બશીર ખાને જણાવ્યું કે કાશ્મીરમાં માહોલ સારો છે. અમે લોકો માટે સુવિધાઓ વધારી છે. તેમણે કહ્યું કે સોમવારે બકરી ઈદ છે અને તેને ધ્યાન રાખતા કાશ્મીરમાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે