Padma Awards 2021: રાષ્ટ્રપતિ ભવનમાં આજે વર્ષ 2021ના પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા. આ દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન, અસમના પૂર્વ મુખ્યમંત્રી તરુણ ગોગોઈને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કર્યા. જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને પદ્મવિભૂષણ સન્માન અપાયું. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને પણ મરણોપરાંત પદ્મભૂષણ સન્માનથી નવાજવામાં આવ્યા. ગઈ કાલે વર્ષ 2020ના પદ્મ પુરસ્કાર વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. 


7 હસ્તીઓને મળ્યો પદ્મવિભૂષણ પુરસ્કાર
જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજો આબે, તામિલનાડુના ખ્યાતનામ ગાયક એસ પી બાલાસુબ્રમણ્યમ (મરણોપરાંત), ડો. બેલે મોનાપ્પા હેગડે (મેડિસિન, કર્ણાટક), શ્રી નરિન્દર સિંહ કાપની (મરણોપરાંત) સાયંન્સ એન્ડ એન્જિનિયરિંગ, યુએસએ, મૌલાના વાહિદુદ્દીન ખાન ( સ્પિરિચ્યુઅલિઝમ, દિલ્હી), બી બી લાલ (આર્કિયોલોજી, દિલ્હી), સુદર્શન સાહો (આર્ટ, ઓડિશા)ને પદ્મવિભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube