નિર્ભયાના આરોપીને ફાંસી આપતાનો તખ્તો તૈયાર, જલ્લાદ માટે કરાઈ ખાસ વ્યવસ્થા
હચમચાવી નાંખતો દિલ્હી (Delhi) ના નિર્ભયા કાંડ (Nirbhaya Rape case)ના ચારેય દોષિતોને ફાંસી પર લટાકવવા માટે 30 જાન્યુઆરી તિહાર જેલમાં પવન જલ્લાદ પહોંચશે. પવન જલ્લાદ તિહાર જેલમાં બનેલ ફ્લેટમાં રોકાશે. તિહાર જેલની મુખ્ય ઓફિસથી થોડે દૂર જ આવેલી સેમી ઓપન જેલના એક ફ્લેટથી ત્રણ કેદીઓને બીજા રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો આ રૂમને જલ્લાદ પવન માટે ખાલી કરવામા આવ્યો છે. આ રૂમમાં તેના રોકાવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પવન માટે એક ફોલ્ડિંગ બેડ, રજાઈ અને ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેનુ ભોજન કેન્ટીનમાં તૈયાર કરવામાં આવશે.
નવી દિલ્હી :હચમચાવી નાંખતો દિલ્હી (Delhi) ના નિર્ભયા કાંડ (Nirbhaya Rape case)ના ચારેય દોષિતોને ફાંસી પર લટાકવવા માટે 30 જાન્યુઆરી તિહાર જેલમાં પવન જલ્લાદ પહોંચશે. પવન જલ્લાદ તિહાર જેલમાં બનેલ ફ્લેટમાં રોકાશે. તિહાર જેલની મુખ્ય ઓફિસથી થોડે દૂર જ આવેલી સેમી ઓપન જેલના એક ફ્લેટથી ત્રણ કેદીઓને બીજા રૂમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. સૂત્રોની માનીએ તો આ રૂમને જલ્લાદ પવન માટે ખાલી કરવામા આવ્યો છે. આ રૂમમાં તેના રોકાવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. પવન માટે એક ફોલ્ડિંગ બેડ, રજાઈ અને ગાદલાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેનુ ભોજન કેન્ટીનમાં તૈયાર કરવામાં આવશે.
વેવાઈ-વેવાણનું ઈલુ ઈલુ, સંતાનોના લગ્ન સુધી પણ ધીરજ ન રાખી, અને...
પવન જલ્લાદે કહ્યું કે, નિર્ભયાના આરોપીઓને ફાંસી ચઢાવવા હું તૈયાર
ડિસેમ્બર મહિનામાં મીડિયા સાથે વાત કરતા પવને કહ્યું હતું કે, નિર્ભયાના આરોપીઓને ફાંસી થવી જોઈએ, તેના માટે હું પૂરી રીતે તૈયાર છું. અધિકારીઓ જ્યારે પણ મે તિહાર જેલ જવાનું કહેશે, ત્યારે હું જતો રહીશ. પવને જણાવ્યું કે, ફાંસી પહેલા આરોપીઓનો ટ્રાયલ થશે. તેમનુ વજન ચેક કરવામાં આવશે અને અન્ય પ્રોસેસ પણ પૂરી કરવી પડશે.
તમને જણાવી દઈએ કે, સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર તિહાર જેલના અધિકારીઓને યુપી જેલ વિભાગના અધિકારીઓને ચિઠ્ઠી લખીને પવનને દિલ્હી મોકલવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશમાં માત્ર બે જલ્લાદ છે. જેમાંથી લખનઉના ઈલિયાસની તબિયત ખરાબ છે. આવામાં માત્ર પવન જ ફાંસી આપી શકે છે. તેથી પવનને તિહાર જેલ બોલાવવામાં આવ્યો છે. યુપી જેલના ડિરેક્ટર આનંદ કુમારે કહ્યું કે, તિહાર જેલનો પત્ર મળ્યો છે. અમે તિહાર જેલ મેનેજમેન્ટને તેનો જવાબ આપી દીધો છે, જે દિવસે જરૂર પડશે અને મોકલી દઈશું.
તમારો આ મહિનાનો પગાર મોડા આવવાની સો ટકા શક્યતા છે, કારણ છે મોટું
ઉલ્લેખનીય છે કે, બુધવારે 11 ડિસેમ્બરના રોજ મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના એક રિટાયર્ડ આર્મી મેનએ નિર્ભયા કાંડના દોષિતોને ફાંસી આપવા માટે જલ્લાદ બનવાની માંગ કરી હતી. તેના માટે રિટાયર્ડ જવાને રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પણ પત્ર લખ્યો હતો.
જલ્લાદ બદવા માટે રિટાયર્ડ જવાન પ્રદીપસિંહ ઠાકુરે કહ્યું હતું કે, આ કામ માટે તેઓ પોતાના તરફથી 5 લાખ રૂપિયા પણ સરકારી ખજાનામાં જમા કરાવશે. હકીકતમાં, નિર્ભયા કંડના દોષિતોને સજા આપવા માટે કોઈ જ જલ્લાદ ન હતો. તો તેમણે ખુદ જલ્લાદ બનીને સમાજને ગુનામુક્ત કરવાની રજૂઆત કરી હતી. તેમણે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને ગૃહમંત્રીને આ મામલે પત્ર લખ્યો હતો. તેમનુ કહેવુ છે કે, તેઓ ખુદ જલ્લાદ બનીને દોષિતોને સજા આપવા માંગે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક