વેવાઈ-વેવાણનું ઈલુ ઈલુ, સંતાનોના લગ્ન સુધી પણ ધીરજ ન રાખી, અને...

સુરત જિલ્લામાં બે વ્યક્તિઓ વચ્ચે પાંગરેલા પ્રેમના કિસ્સાએ એવી ચકચાર મચાવી છે કે, આખી દેશમાં તેની ચર્ચા ચાલી રહી છે. સુરત જિલ્લામાં બે પરિવાર વચ્ચે થયેલા વિવાદ બાદ યુવક-યુવતીના લગ્ન તૂટી ગયા હતા. આ યુવક યુવતીના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં લેવાયા હતા, પરંતુ લગ્ન પહેલા જ યુવકના પિતા અને યુવતીની માતા ગાયબ થઈ ગયા. દુલ્હાના પિતા અને દુલ્હનની માતા એકબીજાના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ થયો હતો, અને બંને ભાગી ગયા હતા. ત્યારે સુરતનું આ પ્રેમ પ્રકરણ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. 

વેવાઈ-વેવાણનું ઈલુ ઈલુ, સંતાનોના લગ્ન સુધી પણ ધીરજ ન રાખી, અને...

અમદાવાદ :સુરત જિલ્લામાં બે વ્યક્તિઓ વચ્ચે પાંગરેલા પ્રેમના કિસ્સાએ એવી ચકચાર મચાવી છે કે, આખી દેશમાં તેની ચર્ચા ચાલી રહી છે. સુરત જિલ્લામાં બે પરિવાર વચ્ચે થયેલા વિવાદ બાદ યુવક-યુવતીના લગ્ન તૂટી ગયા હતા. આ યુવક યુવતીના લગ્ન ફેબ્રુઆરી મહિનામાં લેવાયા હતા, પરંતુ લગ્ન પહેલા જ યુવકના પિતા અને યુવતીની માતા ગાયબ થઈ ગયા. દુલ્હાના પિતા અને દુલ્હનની માતા એકબીજાના સંપર્કમાં આવતા બંને વચ્ચે પ્રેમ થયો હતો, અને બંને ભાગી ગયા હતા. ત્યારે સુરતનું આ પ્રેમ પ્રકરણ ચર્ચાના ચગડોળે ચઢ્યું છે. 

સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા યુવકના લગ્ન નવસારીની યુવતી સાથે થવાના હતા. લગ્નના એક મહિના પહેલા જ્યારે દુલ્હનની માતા ઘરમાઁથી ગાયબ થઈ, તો પરિવારે આ અંગેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ વચ્ચે દુલ્હાના પિતાએ પણ ઘર છોડી દીધું હતું. બંનેના કોઈ જ સમાચાર ન મળતા મિસિંગ રિપોર્ટ ફાઈલ કરવામાં આવી છે. 

CAA બંધારણીય છે કે નહિ? 133 અરજીઓને લઈને સુપ્રિમ કોર્ટમાં આજે સુનવણી

વેવાઈ-વેવણ પહેલેથી એકબીજાને ઓળખતા હતા
પારિવારિક સૂત્રોએ જણાવ્યું કે, વેવાઈ અને વેવણ પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા. લગ્ન પહેલા યુવાનીકાળમાં બંને એક જ સોસાયટીમાંર હેતા હતા અને યુવાનીના દિવસોમાં એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. સંતાનોના લગ્ન નક્કી થયા બાદ તેઓનો વર્ષો જૂનો પ્રેમ ફરીથી તાજો થયો હતો. 10 દિવસ પહેલા ફાઈલ થયેલી ફરિયાદ બાદ પોલીસ ત્યારે વેવાઈ અને વેવણને શોધી ન શકી, તો તેમના સંતાનોએ પોતાના લગ્ન તોડી નાંખ્યા હતા. બંનેના લગ્ન આગામી ફેબ્રુઆરી મહિનાના વેલેન્ટાઈન ડેના દિવસે થવાના હતા. આખો પરિવાર લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થઈ ગયો હતો. પરંતુ આ વચ્ચે જ વેવાઈ અને વેવણ ભાગી ગયા હતા. 

આમ, ગુજરાતનો આ કિસ્સો એવો ચર્ચાસ્પદ બન્યો છે કે, માતાપિતાને કારણે સંતાનોના આવી રીતે લગ્ન તૂટ્યા હોય. જોકે, હજી સુધી મિસિંગ માતાપિતાની કોઈ ભાળ મળી નથી. પરંતુ લગ્નની તૈયારી કરી રહેલા યુવક-યુવતીના સપના તેમના માતાપિતાને કારણે અધૂરા રહી ગયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news