નવી દિલ્હી : ભારતીય અધિકારીઓએ કહ્યું કે, પાકિસ્તાને શ્રદ્ધાળુઓની સુવિધા માટે કોરિડોર વિકસિત કરવાનાં નામે કરતારપુર ગુરૂદ્વારાની જમીન ગુપ્ત રીતે હડપી લીધી અને આ યોજના માટે ભારતનાં મોટા ભાગના પ્રસ્તાવ પર વિરોધ કરવાની જે તેનાં બેવડા માપદંડનું ઘોતક છે.
SBI એ યુઝર્સ માટે ચાલુ કરી ખાસ સુવિધા, ATM વગર ઉપાડી શકાશે પૈસા

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનનો બેવડો માપદંડ સામે આવ્યો
બેઠકમાં હિસ્સો લેનારા એક સરકારી અધિકારીએ કહ્યું કે, પાકિસ્તાન ખોટા વચન અને ઉંચા દાવા કરવા અને જમીની સ્તર પર કંઇ જ નહી કરવાની પોતાની જુની છબી ખરુ ઉતર્યું છે. કરતારપુર સાહેબ કોરિડોર પર તેનો બેવડો માપદંડ ગુરૂદ્વારાને તેની પહેલી બેઠકમાં જ સામે આવી ગયું છે. 


બળતુ ઘર કૃષ્ણાર્પણ: અમેઠીમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ રાહુલને બીજી સીટ પરથી પણ લડાવશે

અધિકારીએ કહ્યું કે, જે જમીન પર અતિક્રમણ કર્યું છે, તે મહારાજા રણજીતસિંહ અને અન્ય શ્રદ્ધાળુઓએ કરતારપુર સાહેબને દાનમાં આપી હતી. અધિકારીએ કહ્યું કે, ગુરૂદ્વારાની જમીન પાકિસ્તાન સરકારનાં કોરિડોર વિકસિત કરવાનાં નામે ચોરી છુપી હડપી લીધી. ભારતે પણ આ મુદ્દે લોકોની પ્રબળ ભાવનાઓ ધ્યાનમાં રાખીને આ જમીનને પવિત્ર ગુરૂદ્વારાને તત્કાલ પરત જવાની આકરી માંગ કરવામાં આવી.