જમ્મુ : સીમા સુરક્ષા દળ (બીએસએફ)એ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની રેન્જર્સે તેમને ચાલી રહેલા જવાબી ગોળીબાર રોકવા માટેની અપીલ કરી છે. બીએસએફની જવાબી કાર્યવાહીમાં સીમાની સામેની તરફ એક જવાને ઢાળી દેવાયો છે ત્યાર બાદ પાકિસ્તાની રેન્જર્સે કાર્યવાહી અટકાવવા માટેની અપીલ કરી હતી. બીએસએફ દ્વારા 19 સેકન્ડનો એક થર્મ ઇમેજિનરી ફુટેજ પણ ઇશ્યું કરવામાં આવ્યો હતો. જેમાં પાકિસ્તાન દ્વારા અકારણ થયેલા ગોળીબારનાં જવાબમાં ભારતીય જવાનોએ કરેલી કાર્યવાહીમાં એક પાકિસ્તાની ચોકી ધ્વસ્ત થયેલી જોઇ શકાય છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીએશએફનાં પ્રવક્તાએ જણાવ્યું કે, પાકિસ્તાને રેન્જર્સે જમ્મુ બીએસએફ ફોર્મેશનને આજે ફોન કર્યો અને ગોળીબાર અટકાવવા માટે અપીલ કરી. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાની સેના દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પર કોઇ ઉશ્કેરણી વગર ગોળીબાર કરાયો. આ ગોળીબારનો તેમણે મુંહતોડ જવાબ આપ્યો. જેથી ગભરાયેલા પાકિસ્તાની રેન્જર્સે બીએસએફને ગોળીબાર અટકાવવા માટેની અપીલ કરી હતી. 

અધિકારીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણ દિવસોમાં પાકિસ્તાની સ્થળો પર બીએસએફનાં જવાનોએ જવાબી કાર્યવાહીમાં ભારે નુકસાન થયું છે. ગત્ત થોડા દિવસોમાં આંતરરાષ્ટ્રીય સીમા પર કોઇ પ્રકારની ઉશ્કેરણી વગર થયેલા ગોળીબારમાં બીએસએફનાં બે જવાનો શહીદ થઇ ગયા. જમ્મુ ક્ષેત્રમાં સીમા પારથી ગોળીબારની ઘટનાઓમાં ઘણા સામાન્ય નાગરિકોનાં મોત નિપજ્યા છે અને ઘણા અન્ય ઘાયલ થઇ ગયા છે.