નવી દિલ્હી: કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓના એક રિપોર્ટથી મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ જમ્મુ અને કાશ્મીરમાં બે નવા આતંકી ગ્રુપ ઊભા કર્યા છે જેનાથી તે ભારતમાં મોટા આતંકી હુમલાને અંજામ આપી શકે. ઝી ન્યૂઝને મળેલી એક્સક્લુઝિવ જાણકામી મુજબ આ બંને આતંકી સંગઠનોના નામ ધ રેસિસ્ટન્સ ફ્રન્ટ (The Resistance Front’) અને તહરીક એ મિલ્લત ઈસ્લામી ( Tehreek-i-Milat-i-Islami ) છે. સુરક્ષા એજન્સીઓના જણાવ્યાં મુજબ આતંકી સંગઠન લશ્કર એ તૈયબાની મદદથી તૈયાર થયેલા The Resistance Front’ (TRF) જેનું બીજુ નામ જે કે ફાઈટર્સ પણ છે તે છેલ્લા બે મહિનાથી એક્ટિવ છે. જ્યારે Tehreek-i-Milat-i-Islami (TMI) અંગે સુરક્ષા એજન્સીઓ જાણકારી મેળવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તહરીક એ મિલ્લત ઈસ્લામી કમાન્ડર નઈમ ફિરદોસે એક ઓડિયો મેસેજ બહાર પાડીને તમામ આતંકીઓને મળીને સુરક્ષા એજન્સીઓ પર હુમલા કરવાનું કહ્યું છે. જ્યારે TRF કમાન્ડર અબુ અનસે પોતાના ઓડિયો મેસેજમાં ભારતના મુસલમાનોને ભડકાવવાનું ષડયંત્ર રચી રહ્યો છે. અબુ અનસે કાશ્મીર નેતા અલ્તાફ બુખારીને પણ મારી નાખવાની ધમકી આપી છે. બંને આતંકી ગ્રુપ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ પણ છે. 


સુરક્ષા એજન્સીઓના જણાવ્યાં મુજબ આતંકી સંગઠન પાકિસ્તાનના ઈશારે કાશ્મીરીઓને આતંકી સંગઠનમાં સામેલ કરીને  સુરક્ષા દળો પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં છે જેનાથી હુમલા બાદ પાકિસ્તાન પર કોઈ આંગળી ચીંધી શકે નહીં. 


સુરક્ષા એજન્સીઓ સંલગ્ન એક અધિકારીના જણાવ્યાં મુજબ લાઈન ઓફ કંટ્રોલ પાસે બનેલા લોન્ચિંગ પેડ પર લગભગ 450 આતંકીઓ ભેગા થયા છે. જે કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની ફિરાકમાં છે. લોન્ચિંગ પેડ પર ભેગા થયેલા આ આતંકીઓના ગ્રુપમાં 350 જેટલા મૂળ પાકિસ્તાની આતંકીઓ છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube