સેના પ્રમુખ સાથે સતત સંપર્કમાં રાજનાથ, PoKમાં ભારતીય સેનાના ઓપરેશનની વાત PAKએ સ્વીકારી
ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ પર જબરદસ્ત કાર્યવાહી કરી.
નવી દિલ્હી: ભારતીય સેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં નીલમ વેલીના 4 આતંકી લોન્ચ પેડ પર જબરદસ્ત કાર્યવાહી કરી. આર્ટિલરી ગન (તોપ)થી હુમલો કરતા આતંકી ઠેકાણાઓ નષ્ટ થયા. આ કાર્યવાહીમાં પાકિસ્તાનના 4-5 આતંકીઓ માર્યા ગયા હોવાનું કહેવાય છે. ભારતની આ જવાબી કાર્યવાહીને લઈને રક્ષા મંત્રાલય અલર્ટ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ આ મામલે સતત સેના પ્રમુખ બિપિન રાવત સાથે સંપર્કમાં છે. આ બાજુ પાકિસ્તાને પણ સ્વીકાર્યું છે કે ભારતના હુમલામાં તેને ભારે નુકસાન થયું છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાને ફાયરિંગની આડમાં આતંકીઓને ઘૂસણખોરી કરાવવાની કોશિશ કરી હતી. પાકિસ્તાનની આ નાપાક હરકતમાં 2 જવાનો અને એક નાગરિક શહીદ થયા.
ભારતીય સેનાએ PoKમાં તોપથી 4 આતંકી લોન્ચ પેડ ઉડાવ્યાં, 4-5 પાકિસ્તાની સૈનિકો પણ માર્યા ગયા
ભારતની આ કાર્યવાહી મામલે પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે ભારતે જુરા, શાહકોટ અને નૌશેરા સેક્ટરમાં કોઈ પણ ઉશ્કેરણી વગર યુદ્ધવિરામનો ભંગ કર્યો. પાકિસ્તાને તો ખોટો દાવો પણ કરી નાખ્યો કે તેણે 9 ભારતીય સૈનિકોને માર્યા જ્યારે બે ભારતીય બંકરો તબાહ કર્યાં. પાકિસ્તાને કહ્યું કે બંને તરફથી થયેલી આ કાર્યવાહીમાં અમારો એક સૈનિક અને 3 નાગરિકો માર્યા ગયાં જ્યારે 2 સૈનિકો અને 5 નાગરિકો ઘાયલ થયા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...