J&K માટેના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણયોથી PAK સેનામાં હાહાકાર મચ્યો, લીધુ આ પગલું
ભારત દ્વારા જમ્મુ કાશ્મીર માટે જે ઐતિહાસિક નિર્ણયો લેવાયા તેનાથી પાકિસ્તાનમાં તો જાણે હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનને હાફળું ફાફળું બન્યું છે અને શું કરવું તે સૂજ પડતી નથી
નવી દિલ્હી: ભારત દ્વારા જમ્મુ કાશ્મીર માટે જે ઐતિહાસિક નિર્ણયો લેવાયા તેનાથી પાકિસ્તાનમાં તો જાણે હાહાકાર મચી ગયો છે. પાકિસ્તાનને હાફળું ફાફળું બન્યું છે અને શું કરવું તે સૂજ પડતી નથી. ભારતના આ પગલા પર પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન અન્ય દેશો સામે વિલાપ કરતા જોવા મળી રહ્યાં છે તો સેના પ્રમુખ જનરલ બાજવાને હવે પીઓકેની ચિંતા થવા લાગી છે. સોમવારે જેવી ભારતે કાશ્મીરમાં કલમ 370 હટાવવાની જાહેરાત કરી કે પાક સેના પ્રમુખે તરત કાશ્મીરના હાલાત પર ચર્ચા કરવા માટે કમાન્ડરોની મીટિંગ બોલાવી લીધી.
બાજવાએ આજે કોર્પ્સ કમાન્ડરોની બેઠક બોલાવી છે. જીયો ન્યૂઝ મુજબ કોર્પ્સ કમાન્ડરોની બેઠકનો એજન્ડો જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 સમાપ્ત કરવાના ભારતના ગેરકાયદે પગલા અને નિયંત્રણ રેખા પર હાલની સ્થિતિ તથા કાશ્મીરમાં તેની અસરના વિશ્લેષણ કરવાનો છે.
આ અગાઉ વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનના બે સહયોગી દેશો મલેશિયા અને તુર્કીના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ફોન પર વાત કરી અને કાશ્મીરમાં કલમ 370 હટાવવાના ભારતના પગલાને ગેરકાયદે જણાવ્યું અને કહ્યું કે તેનાથી ક્ષેત્રની શાંતિ નષ્ટ થશે.
નોંધનીય છે કે ભારત સરકારે સોમવારે બંધારણની કલમ 370ને સમાપ્ત કરી જે રાજ્યને વિશેષાધિકાર આપતી હતી. હવે જમ્મુ અને કાશ્મીર રાજ્ય નહીં પરંતુ બે ભાગમાં વહેંચાઈને કેન્દ્રશાસિત પ્રદેશ બની જશે. જેમાં એક ભાગ જમ્મુ અને કાશ્મીર વિધાનસભાવાળો કેન્દ્રશાસિત પ્રદેશ જ્યારે બીજો ભાગ લદ્દાખ વિધાનસભા વગરનો કેન્દ્રશાસિત પ્રદેશ બનશે.
જુઓ LIVE TV