નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તનાતની વચ્ચે ઈસ્લામી સહયોગ સંગઠન (OIC)ના દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી સુષમા સ્વરાજને 'વિશેષ અતિથિ' તરીકે આમંત્રિત કરવામાં આવ્યાં છે. વિદેશ મંત્રીઓની આ 46મી બેઠકમાં સામેલ થવા માટે સુષમા સ્વરાજ અબુધાબી પહોંચી ગયા છે. આ બધા વચ્ચે એવા અહેવાલ છે કે પાકિસ્તાન આ બેઠકનો બહિષ્કાર કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ કહ્યું કે તેઓ આ બેઠકમાં સામેલ થશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PAK વિદેશ મંત્રીના મસૂદ પરના એક નિવેદનથી મોટો ખળભળાટ , દુનિયાએ અનુભવ્યું 'ભારત સાચું'


શાહ મહેમૂદ કુરેશીએ આ મામલે પાકિસ્તાનની સંસદમાં નિવેદન આપ્યું કે તેમણે યુએઈ પાસે સુષમા સ્વરાજને આપેલુ નિમંત્રણ પાછું ખેંચવાની માગણી કરી હતી પરંતુ તેમણે ઈન્કાર કરી દીધો. કુરેશીએ સંસદમાં કહ્યું કે મેં તેમને સુષમા સ્વરાજને આપેલા નિમંત્રણ પર પુર્નવિચાર કરવા જણાવ્યું હતું. જેના પર યુએઈએ કહ્યું કે પુલવામા હુમલો નહતો થયો તે અગાઉ સુષમા સ્વરાજને આમંત્રણ અપાઈ ગયું હતું. હવે સુષમા સ્વરાજ પાસેથી આમંત્રણ પાછું ખેંચવું એ  તેમના માટે  શક્ય નથી. 


એએનઆઈના જણાવ્યાં મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું કે હું સુષમા સ્વરાજને અતિથિ બનાવાયા બાદ સિદ્ધાંતિક રીકે વિદેશ મંત્રીઓની પરિષદમાં ભાગ લઈશ નહીં. અત્રે જણાવવાનું કે ઓઆઈસી એ 57 દેશોનો એક પ્રભાવશાળી સમૂહ છે. એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતને ઓઆઈસીની બેઠકમાં વિશેષ અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યું છે. સુષમા સ્વરાજ આ બે દિવસના સંમેલનમાં ભાગ લેશે. 


આતંકનો મુદ્દો ઉઠાવી શકે છે સ્વરાજ
ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો ઓપરેશનની વિદેશ મંત્રીઓની આ બેઠકમાં સુષમા સ્વરાજ આતંકવાદનો મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે. સ્વરાજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે ઊભા થયેલા તણાવ વચ્ચે આ બેઠકમાં ભાગ લઈ રહ્યાં છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...