PAK વિદેશ મંત્રીના મસૂદ પરના એક નિવેદનથી મોટો ખળભળાટ , દુનિયાએ અનુભવ્યું 'ભારત સાચું'
જમ્મુ અને કાશ્મીરના પુલવામામનાં જૈશ એ મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેના તરફથી પીઓકેમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામનાં જૈશ એ મોહમ્મદ દ્વારા કરવામાં આવેલા સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી હુમલા અને ત્યારબાદ ભારતીય વાયુસેના તરફથી પીઓકેમાં કરવામાં આવેલી કાર્યવાહી બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ બનેલી છે. પાકિસ્તાન અત્યાર સુધી આતંકી મસૂદ અઝહરને લઈને ચૂપ બેસી રહ્યું હતું. પરંતુ હવે તેના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કબુલ્યું છે કે મસૂદ અઝહર પાકિસ્તાનમાં જ છે. આ સાથે જ કુરેશીએ કહ્યું કે મસૂદ ખુબ અસ્વસ્થ છે. કુરેશીએ ન્યૂઝ ચેનલ સીએનએનને આ વાત કરી.
સીએનએન સાથે વાત કરતા વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ કહ્યું કે પાકિસ્તાન ક્યારેય આગળ વધવા માંગતુ નથી. ભારતે જ્યારે પાકિસ્તાન પર હુમલો કર્યો તો સ્થિતિ વણસી હતી. મસૂદ પર ઉઠાવવામાં આવેલા સવાલ પર તેમણે કહ્યું કે યુદ્ધની કોઈ પણ સ્થિતિને ઓછી કરવા માટે સંબંધિત પગલું ભરવા અમારા દરવાજા ખુલ્લા છે. જો તેમની (ભારત) પાસે પુરતા નક્કર પુરાવા હોય તો તેઓ બેસે અને વાત કરે. કૃપા કરીને વાતચીત શરું કરે અને અમે તર્કશીલતા બતાવીશું.
મસૂદ અઝહર પાકિસ્તાનમાં હોવા અંગે કરાયેલા સવાલ પર તેમણે સ્વીકાર્યું કે મારી જાણકારી મુજબ તે પાકિસ્તાનમાં જ છે. તેમણે આગળ કહ્યું કે તે અસ્વસ્થ છે. તે એ હદે અસ્વસ્થ છે કે તે પોતાનું ઘર પણ છોડી શકે તેમ નથી. કારણ કે તેની તબિયત ખરેખર સારી નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે