નવી દિલ્હીઃ પાકિસ્તાનના કરતારપુર કોરિડોર (Kartarpur corridor) માટે પંજાબના પૂર્વ મંત્રી નવજોત સિંહ સિદ્ધુને (Navjot Singh Sidhu) આમંત્રણ મોકલ્યું છે. પરંતુ હજુ સુધી સિદ્ધુ તરફથી આ સંબંધમાં કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા પાકિસ્તાને પૂર્વ પીએમ મનમોહન સિંહને પણ આમંત્રણ આપ્યું હતું, તેને તેમણે નકારી દીધું હતું. પૂર્વ પીએમે કહ્યું હતું કે, તે વિશેષ અતિથિની જેમ નહીં, પરંતુ એક સામાન્ય શ્રદ્ધાળુની જેમ સામેલ થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇંસાફે સિદ્ધુને કરતારપુર કોરિડોરના ઉદ્ધાટનમાં સામેલ થવાનું આમંત્રણ આપવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનના સાંસદ ફૈસલ જાવેદે પીએમ ઇમરાનના આદેશ બાદ સિદ્ધુ સાથે ટેલિફોન પર વાત કરી અને તેને 9 નવેમ્બરે યોજાનારા કાર્યક્રમમાં સામેલ થવાનું આમંત્રણ આપ્યું છે. 


મહારાષ્ટ્રઃ વધુ એક અપક્ષ ધારાસભ્યએ આપ્યો શિવસેનાને ટેકો, સંખ્યા થઈ 62


ઉલ્લેખનીય છે કે પાક વડાપ્રધાને સિદ્ધુને પોતાના શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું, જેનો તેણે સ્વીકાર કર્યો હતો. આ દરમિયાન પાકિસ્તાનના સેના પ્રમુખ બાજવા અને સિદ્ધુની એકબીજાને ગળે મળવાની તસવીર વાયરલ થઈ હતી. દેશભરમાં તેને લઈને ખુબ વિરોધ થયો હતો. ત્યાં સુધી કે પંજાબના મુખ્યપ્રધાન કેપ્ટન અમરિંદર સિંહે પણ તેને લઈને જાહેરમાં પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.