આતંકવાદ પર મોદી સરકારની કાર્યવાહીથી બેબાકળું બન્યું પાકિસ્તાન, કરી રહ્યું છે આ પ્લાન
ગુપ્ત સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યાં છે કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI હવે પાકમાં હાજર જુના અને નાના-નાના આતંકી સંગઠનોને આતંકવાદ વધારવા માટે ઊભા કરવામાં લાગ્યું છે.
નવી દિલ્હી: જમ્મૂ-કાશ્મીરમાં સુરક્ષા દળના ઓપરેશન અને આતંકવાદ પર કેન્દ્ર સરકારની કડક કાર્યવાહીથી પાકિસ્તાન બેબાકળું બન્યું છે. ગુપ્ત સૂત્રોના અહેવાલથી સમાચાર મળી રહ્યાં છે કે, પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISI હવે પાકમાં હાજર જુના અને નાના-નાના આતંકી સંગઠનોને આતંકવાદ વધારવા માટે ઊભા કરવામાં લાગ્યું છે.
વધુમાં વાંચો:- ટ્રમ્પ ફરીથી નારાજ, અમેરિકન પ્રોડક્ટ્સ પર ભારત દ્વારા લગાવાયેલા ટેક્સ મુદ્દે આપ્યું નિવેદન
સૂત્રોના જમાવ્યા અનુસાર, પાકિસ્તાન 8 આતંકી સંગઠનને બીજી વખત ઉભા કરવામાં લાગ્યું છે. આ સંગઠનમાં સિપાહ-એ-સાહબા, જૈશ-ઉલ-અદલ, લશ્કર-એ-ઓમર (LeO), અલ-બદ્ર, લશ્કર-એ-ઝાંગવી (LeJ), તેહરીક-ઉલ-મુજાહિદ્દીન (TuM) અને અલ-ઓમર-મુજાહિદ્દીન (AUM) છે.
વધુમાં વાંચો:- નવાઝ શરીફને સજા આપનારા જજનું સ્ટિંગ, કહ્યું 'તેમને સજા આપવા મજબૂરી હતી'
સૂત્રો આ પણ જણાવી રહ્યાં છે કે, જૈશ, લશ્કર અને હિઝબુલના આતંકવાદીઓ પર આંતરરાષ્ટ્રીય દબાણના કારણે પાકિસ્તાન હવે 8 નાના-નાના આતંકી સંગઠનોને આતંકવાદ માટે ઉકસાવી રહ્યું છે.
જુઓ Live TV:-