ટ્રમ્પ ફરીથી નારાજ, અમેરિકન પ્રોડક્ટ્સ પર ભારત દ્વારા લગાવાયેલા ટેક્સ મુદ્દે આપ્યું નિવેદન

ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી કે, "ભારત દિવસે ને દિવસે અમેરિકાની પ્રોડક્ટ પરના ટેરિફમાં વદારો કરી રહ્યું છે. તેને લાંબા સમય સુધી ચલાવી લેવાશે નહીં."
 

ટ્રમ્પ ફરીથી નારાજ, અમેરિકન પ્રોડક્ટ્સ પર ભારત દ્વારા લગાવાયેલા ટેક્સ મુદ્દે આપ્યું નિવેદન

નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, ભારત તરફથી અમેરિકાનાં ઉત્પાદનો પર જે ટેક્સ લગાવાયો છે તે સ્વીકારવાયોગ્ય નથી. જોકે, આ વખતે તેમણે એવું કોઈ નિવેદન આપ્યું નથી, જેનાથી એવો સંકેત મળે કે બંને દેશ વચ્ચે ચાલી રહેલા વેપાર મુદ્દે અમેરિકા કોઈ પગલું ભરે. ટ્રમ્પે મંગળવારે ટ્વીટ કરી કે, "ભારત દિવસે ને દિવસે અમેરિકાની પ્રોડક્ટ પરના ટેરિફમાં વદારો કરી રહ્યું છે. તેને લાંબા સમય સુધી ચલાવી લેવાશે નહીં."

અમેરિકાએ પાછો ખેંચ્યો હતો GSP દરજ્જો
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ યુએસ પ્રોડક્ટ પર ભારત દ્વારા લગાવવામાં આવતા કર અંગે અગાઉ પણ અનેક વખત નિવેદન આપી ચૂક્યા છે. થોડા દિવસ પહેલા તેમણે જણાવ્યું હતું કે, અમેરિકા ભારતની પ્રોડક્ટ પર નામ માત્રનો ટેરિફ લગાવે છે, જ્યારે ભારત તરફથી લગાવવામાં આવતો ટેરિફ ઘણો વધારે છે. ભારતે તેમાં ઘટાડો કરવો જોઈએ. આ અગાઉ પણ ુજન મહિનામાં ટ્રમ્પે ભારતને ઝટકો આપતાં GSP (જનરલાઈઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ)નો દરજ્જો પાછો ખેંચી લીધો હતો. 

ભારતે કર્યો ઈમ્પોર્ટ ટેરિફમાં ઘટાડો, છતાં પણ નારાજ છે અમેરિકા
અમેરિકાના નિર્ણય પછી વ્યાપારિક સંબંધોમાં સુધારો લાવવા માટે ભારતે અમેરિકાની મોટરસાઈકલ પર લાગતા ઈમ્પોર્ટ ટેરિફને 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દીધો હતો. તેમ છતાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખુશ નથી. તેમણે એ સમયે પણ કહ્યું હતું કે, તેના નેતૃત્વમાં અમેરિકાને વધુ છેતરી શકાય નહીં. અમેરિકાના આ પગલાના કારણે ભારતની લગભગ 5 બિલિયન ડોલરની નિકાસ પર અસર થઈ હતી. 

શું હોય છે GSP દરજ્જો? 
GSP દરજ્જો જે દેશને મળે છે તે અમેરિકાને હજારો સામે ટેક્સ ચૂકવ્યા વગર નિકાસ કરી શકે છે. જીએસપી દરજ્જો પાછો ખેંચી લેવાયા પછી ભારત અમેરિકાને જે કોઈ સામાનની નિકાસ કરશે તેના પર તેણે ટેક્સ ચુકવવાનો રહેશે. ટેક્સ ચુકવવાના કારણે ભારતની ચીજ-વસ્તુઓ અમેરિકામાં મોંઘી થઈ જશે અને તેની સીધી અસર વેચાણ પર પડશે. 

જો ભારતની ચીજ-વસ્તુઓ મોંઘી થાય તો ભારતની નિકાસ ધીમે-ધીમે ઘટતી જશે. નિકાસમાં ઘટાડો અર્થતંત્ર માટે ઉચિત નથી, કેમ કે ભારત પહેલાથી જ વ્યાપાર ખાધનો સામનો કરી રહ્યું છે. 

જૂઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news