નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)માં ભારતીય રાજદ્વારીઓને પરેશાન કરવાનો મામલો સામે આવ્યો છે. પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ (Islamabad)માં ભારતીય ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયા (Gaurav Ahluwalia)ને પરેશાન કરવાનું કાવતરું થઇ રહ્યું છે. 31મે ના રોજ ISI ના લોકોએ બાઇક વડે ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયા (Gaurav Ahluwalia) પીછો કર્યો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

થોડા સમય પહેલાં સતત ભારતીય ઉચ્ચ આયોગના સભ્યોને પરેશાન કરવાનું કાવતરું થઇ રહ્યું છે. અમારી સહયોગી અંગ્રેજી ચેનલ WION પાસે તેની એક્સક્લૂસિવ તસવીર છે. જેમાં બાઇક પર સવાર આઇએસઆઇનો જાસૂસ ડેપ્યુટી હાઇ કમિશનર ગૌરવ અહલૂવાલિયા (Gaurav Ahluwalia)નો પીછો કરતો જોવા મળી રહ્યો છે. 


પાકિસ્તાનમાં ભારતીય ઉચ્ચ આયોગના આધિકારીઓને ઉત્પીડન કરવા અને તેમના આક્રમક રીતે પીછો કરવાની ઘટનાઓ પર ભારતીય ઉચ્ચ આયોગએ પાકિસ્તાન વિદેશ મંત્રાલયને પત્ર લખીને તપાસ કરવાની માંગ કરી છે. ભારતના અધિકારીઓને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો છે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube