અમૃતસર: કરતારપુર સાહિબ (Kartarpur Sahib) પર પાકિસ્તાને એકવાર ફરીથી નવી ચાલ ચલી છે. શીખોના પવિત્ર ધર્મસ્થળ કરતારપુર સાહિબને પાકિસ્તાને (Pakistan) પોતાના કંટ્રોલમાં લઈ લીધુ છે. તેનું મેનેજમેન્ટ SGPC પાસેથી છીનવીને ETPB નામની મુસ્લિમ કમિટીને સોંપી દીધુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુનિયા સામે આવ્યું પાકિસ્તાનનું અસલ સ્વરૂપ
અત્રે જણાવવાનું કે ગત વર્ષ નવેમ્બરમાં કરતારપુર કોરિડોરનું ઉદ્ધાટન કરતી વખતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પોતાને દુનિયાના સૌથી દરિયાદિલ વ્યક્તિ સાબિત કરવા પર તુલ્યા હતા. પરંતુ માત્ર એક વર્ષની અંદર જ તેમની દરિયાદિલીની વાસ્તવિકતા દુનિયા જોઈ રહી છે. 


અત્યંત દર્દનાક... ઓનલાઈન ક્લાસ પૂરો થયા બાદ તરત પાંચમા ધોરણના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી લીધી


શીખોના પવિત્ર સ્થળ પર ISIનો કંટ્રોલ
મળતી માહિતી મુજબ કરતારપુર સાહિબ ગુરુદ્વારાની જાળવણીનું કામ પાકિસ્તાન શીખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ પાસેથી છીનવી લઈને  Project Management Unit ને સોંપી દેવાયું છે. આ યુનિટમાં કુલ 9 લોકો સામેલ છે અને તે પાકિસ્તાનના  Evacuee Trust Property Board  એટલે કે ETPB સાથે જોડાયેલી છે. ખાસ વાત એ છે કે ગુરુદ્વારાની જાળવણી માટે બનાવવામાં આવેલા આ યુનિટમાં એક પણ શીખ સભ્ય નથી. 


મો. તારિક ખાનને યુનિટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા
જાણકારી મુજબ Project Management Unit ના સીઈઓ મો.તારિક ખાનને બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાનની સરકાર તરફથી બહાર પાડવામાં આવેલા નવા આદેશમાં પ્રોજેક્ટ બિઝનેસ પ્લાનનો પણ ઉલ્લેખ છે. એટલે કે ઈમરાન ખાન સરકાર હવે ગુરુદ્વારાથી પણ પૈસા કમાવવાનો જુગાડ કરી રહી છે. ETPBને સંપૂર્ણ રીતે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI કંટ્રોલ કરે છે. 


ભારત-અમેરિકાની આવી મિત્રતા જોઈને ચીન ચીડાયું, Quad વિશે આપ્યું નિવેદન 


પાકિસ્તાનના હ્રદય પરિવર્તનની પોલ ખુલી
કરતારપુર ગુરુદ્વારાનું મેનેજમેન્ટ શીખ સમુદાય પાસેથી છીનવીને મુસ્લિમ કમિટીને આપી દેવાના નિર્ણયથી પાકિસ્તાનના હ્રદય પરિવર્તનની પોલ પણ ખુલી ગઈ છે. આ ગુરુદ્વારામાં દેશ દુનિયાના લાખો શીખોની આસ્થા વસે છે. આ આસ્થાનું પાકિસ્તાનના દિલમાં કેટલું સન્માન છે, તે આ નિર્ણયે સ્પષ્ટ કરી દીધુ છે. કારણ કે ગુરુદ્વારાની જાળવણી કરવા માટે બનાવવામાં આવેલી સમિતિમાં એક પણ શીખ સભ્ય છે જ નહી. 


પંજાબમાં અલગાવવાદ ભડકાવવાનું ષડયંત્ર!
હકીકતમાં સત્તામાં આવ્યાનના થોડા સમય બાદ જ્યારે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને અચાનક કરતારપુર કોરિડોર ખોલવાની વાત કરી હતી ત્યારથી જ ભારતના અનેક સુરક્ષા વિશેષજ્ઞોએ પાડોશી દેશની આ દરિયાદિલી વિશે શંકા જાહેર કરી હતી. કરતારપુર સાહિબનું મેનેજમેન્ટ શીખ સમુદાય પાસેથી છીનવીને ISI સાથે સંબંધ ધરાવતા સંગઠનને આપવાના નિર્ણયે આ શંકાને મજબૂત કરી દીધી છે. સવાલ એ છે કે કરતારપુર કોરિડોરને ખોલવા પાછળનો પાકિસ્તાનનો અસલ હેતુ પંજાબમાં અલગાવવાદી ભાવનાઓને ભડકાવવાનો તો નથી ને!


આ રાજ્ય દુલ્હનોને વિના મૂલ્યે આપે છે 10 ગ્રામ સોનું, જાણો વિગતવાર માહિતી 


કરતારપુર પર પાકિસ્તાનની 'કાળી દાનત' બેનકાબ?
પાકિસ્તાનના રેલવેમંત્રી શેખ રશીદે ગત વર્ષે કરતારપુર સાહિબના ઉદ્ધાટન બાદ કહ્યું હતું કે "ઈન્ડિયન મીડિયાએ જે પ્રકારે ફઝલુર્રેહમાનના ધરણાને કવરેજ આપ્યું છે જે પ્રકારે ઈન્ડિયન મીડિયાએ જનરલ કમર જાવેદ બાજવાને દેખાડ્યા, એક એવા વ્યક્તિ કે જેણે કરતારપુર કોરિડોરનો એવો જખ્મ આપ્યો કે આખી જિંદગી હિન્દુસ્તાન યાદ રાખશે. શીખોની અંદર પાકિસ્તાન માટે એક નવો જુસ્સો, પ્રેમ, મહોબ્બત અને ખુશદીલીની ફિઝા પેદા કરવામાં આવી."


પાકિસ્તાનની આતંકી સોચનો પાક્કો ઈલાજ ક્યારે?
હકીકતમાં પાકિસ્તાની શાસકો અને તેમની સેનાના દિમાગમાં કાયમ ભારત વિરોધી ષડયંત્રો સતત ચાલુ હોય છે. પાકિસ્તાન હવે આ કોરિડોર દ્વારા ખાલિસ્તાની કટ્ટરંપથીઓનો ઉપયોગ પંજાબમાં શાંતિ અને સદભાવનાનો માહોલ બગાડવા માટે કરશે. તેના ગંદા ઈરાદા જાહેર થઈ ચૂક્યા છે. 


ગૃહમંત્રી Amit Shah નું બંગાળ મિશન, મમતા બેનરજી પર કર્યા આકરા પ્રહાર


ભારતે નિર્ણય પાછો ખેંચવાની માગણી કરી
પાકિસ્તાનના આ નિર્ણયની ભારત સરકારે ટીકા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, 'ભારત કરતારપુર ગુરુદ્વારા પર પાકિસ્તાને લીધેલા નિર્ણયની ટીકા કરે છે. આ નિર્ણયથી શીખ સમુદાયના લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. પાકિસ્તાનનો અસલ ચહેરો એકવાર સામે આવી ગયો છે. જ્યાં તે અલ્પસંખ્યકોના હિતોની વાત કરે છે, કરતારપુરનું મેનેજમેન્ટ શીખ સમુદાય પાસેથી લઈ લેવું એ ખોટો નિર્ણય છે. અમારી માગણી છે કે પાકિસ્તાન કરતારપુર સાહિબ માટે લેવાયેલા આ નિર્ણયને તરત પાછો ખેંચે.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube