ઇસ્લામાબાદ : જૈશ એ મોહમ્મદ (JEM) સહિત તમામ પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાનની નિર્ણાયક કાર્યવાહી કરી શકે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનાં આતંકવાદીઓની યાદીમાં જૈશ પ્રમુખ મસુદ અઝહરનો સમાવેશ કરવાનાં પ્રસ્તાવ અંગે પોતાનાં વિરોધને પરત પણ લઇ શકે છે. રવિવારે એક સમાચારમાં આ વાત કરવામાં આવી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પાકિસ્તાનમાં રહેનારા અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં નવેસરથી પ્રસ્તાવ મુક્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 વિંગ કમાંડરની કરોડરજ્જુમાં ગંભીર ઇજા, વાયુસેના ઇચ્છે છે ઝડપી ઉડાવે વિમાન

જો કે આવું થવાનાં કારણે અઝહર વૈશ્વિક રીતે યાત્રા કરવા પર પ્રતિબંધ લાગી જશે, તેની સંપત્તીઓ ફ્રીઝ થઇ જશે. ઘટનાક્રમ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીનાં હવાલાથી એક્સપ્રેસ ટ્રીબ્યૂને કહ્યું કે, પાકિસ્તાનનાં એક મોટા નીતિગત્ત નિર્ણયમાં તમામ પ્રતિબંધિત સંગઠનો અને સાથે જ પ્રતિબંધિત જૈશના પ્રમુખની વિરુદ્ધ નિર્ણાયક કાર્યવાહી કરી શકે છે. અઝહરની વિરુદ્ધ શું કાર્યવાહી કરવામાં આવશે, આ અંગે સ્થિતી સ્પષ્ટ નથી પરંતુ અધિકારીઓએ સંકેત આપ્યો કે પાકિસ્તાન જૈશ પ્રમુખને સંયુક્ત સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાનાં પ્રસ્તાવ અંગે પોતાના વિરોધને પરત ખેંચી શકે છે. 


અરૂણ જેટલીએ મનમોહન સિંહ પર સાધ્યું નિશાન, તેમનું નિવેદન વિવાદાસ્પદ

જ્યારે અધિકારીને પુછવામાં આવ્યું કે, શઉં પાકિસ્તાન હવે અઝહરની વિરુદ્ધ સુરક્ષા પરિષદની કાર્યવાહીનો વિરોધ નહી કરે તો તેમણે કહ્યું કે, દેશનો નિર્ણય લેવો પડશે કે વ્યક્તિગત્ત મહત્વપુર્ણ છે અથવા દેશનો વ્યાપક રાષ્ટ્રહિત મહત્વનું છે. સુરક્ષા પરિષદની પ્રતિબંધ અંગે નિર્ણય લેનારી સમિતી 15 સભ્યોની સુરક્ષા પરિષદનાં વીટો અધિકાર પ્રાપ્ત ત્રણ સ્થાયી સભ્ય દેશોનાં હાલનાં પ્રસ્તાવ પર 10 દિવસની અંદર વિચાર કરશે. અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાવવા માટે છેલ્લા 10 વર્ષથી સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રકારનો ચોથો પ્રયાસ છે. ભારતે 2009માં અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવા માટેનો પ્રસ્તાવ રજુ કર્યો હતો.