અરૂણ જેટલીએ મનમોહન સિંહ પર સાધ્યું નિશાન, તેમનું નિવેદન વિવાદાસ્પદ

કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ રવિવારે કોંગ્રેસના પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્પણી અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો

અરૂણ જેટલીએ મનમોહન સિંહ પર સાધ્યું નિશાન, તેમનું નિવેદન વિવાદાસ્પદ

નવી દિલ્હી : કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીએ રવિવારે કોંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની ટિપ્પણી પર વિરોધ વ્યક્ત કર્યો. અરૂણ જેટલીએ કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિવેદન ખુબ જ નિરાશાજનક અને વિવાદાસ્પદ છે. મનમોહન સિંહે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ઉન્માદ ભડકાવવાની હોડ મચેલી છે. મનમોહન સિંહે આગળ કહ્યું કે, ભારત અને પાકિસ્તાન બંન્ને દેશ બરાબર આતંકવાદથી પરેશાન અને પીડિત છે. ત્યાર બાદ જેટલીએ ટ્વીટ કરીને મનમોહન સિંહ પર નિશાન સાધતા કહ્યું, તેમણે કહ્યું કે, મનમોહન સિંહ નૈતિકતા અને અન્ય આધાર પર બંન્ને દેશોની વચ્ચે કઇ રીતે તુલના કરી શકે છે. 

— Arun Jaitley (@arunjaitley) March 3, 2019

ભારત અને પાકિસ્તાનનાં મધ્ય વધતા તણાવ વચ્ચે પુર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે, ભારતીય અને પાકિસ્તાની નેતૃત્વ સુઝબુઝથી કામ લેશે તથા તેઓ આર્થિક વિકાસની તરફપરત ફરશે. તેમણે પોતાના સંબોધનમાં કહ્યુંહતું, હું આશા કરુ છું કે બંન્ને દેશોનું નેતૃત્વ સુઝબુઝથી કામ લેશે તથા અમે આર્થિક વિકાસમાં ફરી લઇશું. જે ભારત અને પાકિસ્તાનની આધારભુત જરૂરિયાતો છે. 

સિંહે કહ્યું કે, જ્યારે અમારો દેશ આંતરિક આત્મવિનાશની પાગલ દોડનાં કારણે એક અન્ય સંકટમાં ઉલઝી ચુક્યા છે. આ દોડ ભારત અને પાકિસ્તાન બંન્ને દેશોમાં ચાલી રહી છે. સિંહે કહ્યું કે, અમારી મુળભુત સમસ્યા વધતી ગરીબી... રોગોમાંથી છુટકારો મેળવવાનો છે. તેમાંથી બંન્ને દેશનાં લાખો નાગરિકો હજી સુધી પણ પીડિત છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news