પાકિસ્તાન નાગરિક 16 વર્ષ પછી ભારતની જેલમાંથી મુક્ત, ભગવદ્દગીતા લઇ ગયા ઘરે
વારાણસીના કેંટોન્મેન્ટ એરિયામાંથી શંકાસ્પદ દસ્તાવેજોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે તે પરત પાકિસ્તાન જતો રહ્યો છે.
વારાણસી: એક પાકિસ્તાની નાગરિક જલાલુદ્દીન 16 વર્ષ જેલમાં રહ્યા બાદ અહીંયાની સેન્ટ્રલ જેલથી જ્યારે મુક્ત થયો તો પોતાની સાથે ભગવદ્દગીતા લઇને ગયો. વારાણસીના કેંટોન્મેન્ટ એરિયામાંથી શંકાસ્પદ દસ્તાવેજોની સાથે ધરપકડ કરવામાં આવી હતી. અત્યારે તે પરત પાકિસ્તાન જતો રહ્યો છે. વારાણસી સેન્ટ્રલ જેલના સીનિયર સુપ્રિટેન્ડેન્ટ અંબરીશ ગૌડે તેની મુક્તીના સંબંધમાં જણમાવ્યું હતું કે 2001માં કેંટોન્મેન્ટ એરિયામાંથી જલાલુદ્દીનની ધરપકડ કરવામાં આઆવી હતી. કેટલાક શંકાસ્પદ દસ્તાવેજોની સાથે તેને એરફોર્સ ઓફિસની પાસેથી પોલીસે ધરપકડ કરી હતી. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતનો નિવાસી છે.
પોલીસે જ્યારે તેની ધરપકડ કરી ત્યારે તેની પાસે કેંટોન્મેન્ટ એરિયાના મેપ સહિત અન્ય મહત્વપૂર્ણ જગ્યાઓના મેપ મળ્યા હતા. કોર્ટે આ પાકિસ્તાનની નાગરિકને 16 વર્ષની સજાની ફટકારી હતી.
અંબરીશ ગૌડે જણાવ્યું હતું કે, ઓફિશિયલ સીક્રેટ્સ એકટ અને કોરેનર્સ એકટ અંતર્ગત તેની ધરપકડ કરવામાં આવી હતી. મુક્તી બાદ તેને સ્થાનિક પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો. તે પોતાની સાથે ગીતાની કોપી લઇને ગયો છે. જ્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી તે સમયે તે હાઇસ્કૂલ સુધી અભ્યાસ કર્યો તો. તેણે જેલમાંથી ઇન્ટરમીડિયટ કર્યું અને ઇંદિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટી (ઇગ્નૂ)થી એમએનો અભ્યાસ કર્યો હતો. તે દરમિયાન તેણે ઇલેક્ટ્રીશિયનનો કોર્ષ પણ જેલમાંથી જ કર્યો હતો. તે ગત ત્રણ વર્ષથી જેલ ક્રિકેટ લીગમાં એમ્પાયર પણ હતો.
પોલીસની એક સ્પેશિયલ ટીમ જલાલુદ્દીનને લઇ અમૃતસર સુધી ગઇ છે. તેને વાઘા-અટારી બોર્ડર પર સંબંધિત અધિકારિઓને સોંપવામાં આવશે. ત્યાંથી ફરી તે પાકિસ્તાનમાં તેના ઘરે જતો રહેશે.
પાકિસ્તાનમાં ઇશનિંદાનો મામલો
આ વચ્ચે પાકિસ્તાનમાં ઇશનિંદાના મામલે કેન્દ્રમાં ફાંસી એક પાકિસ્તાની મહિલાના પતિએ આ કહીને દેશ છોડવા માટે આંતરરાષ્ટ્રીય મદદની અપીલ કરી છે. તેમના પરિવારની સુરક્ષાનો ભય છે. આસિયા બીબીના પતિ આસિક મસીહે તેના આ અનુરોધથી એક દિવસ પહેલા જ કટ્ટરપંથી ઇસ્લામવાદીઓની સાથે સરકારની સમજૂતીની ટીકા કરી હતી અને પ્રશાસન પાસે તેની પત્નીની રક્ષાનું આહવાન કર્યું હતું. આ સમજૂતીના કારણે આસિયા કાયદાકીય રીતથી અધરમાં ફસાઇ ગઇ હતી.
ઇશનિંદાના આરોપમાં 2010માં બીબી કારાવાસમાં સજાએ મોતની રાહ જોઇ રહી હતી. સુપ્રીમ કોર્ટે બુધવારે તેને મુક્ત કરી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ નિર્ણય પર કટ્ટર ઇસ્લામાવાદીઓના પ્રદર્શનોથી ત્રણ દિવસ સુધી પાકિસ્તાનનું જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. સરકારે પ્રદર્શનને રોકવા માટે બીબીને દેશ છોડીને જવા પર રોક લગાવવા માટે યાત્રા રોક લગાવવા માટે તૈયાર થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે તેઓ કટ્ટરવાદીઓની અપીલને ધ્યાનમાં રાખશે નહીં.
(ઇનપુટ: એજન્સીઓ સાથે)