PM મોદી આજે જશે સાઉદી અરબ, પાકિસ્તાન નહીં વાપરવા દે પોતાનો એરસ્પેસ
પાકિસ્તાને રવિવારે દાવો કર્યો કે ભારતે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની યાત્રા માટે પાકિસ્તાનના એર સ્પેસના ઉપયોગની મંજૂરી માંગી હતી જેને નામંજૂરી કરી દેવાઈ છે.
ઈસ્લામાબાદ: પાકિસ્તાને રવિવારે દાવો કર્યો કે ભારતે પોતાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની યાત્રા માટે પાકિસ્તાનના એર સ્પેસના ઉપયોગની મંજૂરી માંગી હતી જેને નામંજૂરી કરી દેવાઈ છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત એક અહેવાલ મુજબ પાકિસ્તાનના વિદેશ મંત્રી મહેમૂદ કુરેશીએ રવિવારે કહ્યું કે પાકિસ્તાને ભારતની માગણી ફગાવી છે જેમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરબની યાત્રા માટે તેમના વિમાનને પાકિસ્તાનના એરસ્પેસમાંથી પસાર થવા દેવાની મંજૂરી માંગવામાં આવી હતી.
રિપોર્ટમાં કહેવાયું હતું કે ભારત સરકારે પીએમ મોદીના વિમાન માટે 28 ઓક્ટોબરના રોજ પાકિસ્તાનના એરસ્પેસના ઉપયોગની મંજૂરી માંગી હતી. મોદી 29મી ઓક્ટોબરના રોજ થનારા એક સંમેલનમાં ભાગ લેવા માટે સાઉદી અરબ રવાના થવાના છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પણ આ સંમેલનમાં ભાગ લેવા માટે 28 ઓક્ટોબરે સાઉદી અરબ જશે.
જુઓ LIVE TV