નવી દિલ્હી: જ્યારે ભારતીય સેનાની બખ્તરધારી રેજિમેન્ટનું આધુનિકીકરણ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, ત્યાં પાકિસ્તાન લગભગ 600 યુદ્ધ ટેંક ખરીદવાની એક મહત્વાકાંક્ષી યોજના બનાવી રહ્યું છે. જેમાં રશિયાથી ટી-90 ટેંક હાંસલ કરવાનું પણ સામેલ છે. સૈન્ય અને ખુફિયા સૂત્રોએ રવિવારે આ દાવો કર્યો છે કે, ખરેખરમાં પાકિસ્તાનની આ યોજનાના ઉદેશ્ય મુખ્ય રીતે ભારત નજીક સીમા પર તેમની લડાકુ ક્ષમતાને મજબૂત બનાવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: મોદી સરકારનો જબરદસ્ત પ્લાન, 2022 સુધીમાં કરવામાં આવશે 1 કરોડ ઘરનું નિર્માણ


સુક્ષોએએ જણાવ્યું કે તેમનાથી મોટાભાગની ટેંક ત્રણથી ચાર કિમી દૂરનું લક્ષ્ય ભેદવા માટે સક્ષમ હશે અને તે કેટલીક ટેંકો જમ્મૂ કાશ્મીરમાં નિયંત્રણ રેખા (એલઓસી) પર તૈનાત કરવાના છે. તેમણે જણાવ્યું કે યુદ્ધ ટેંક ઉપરાંત પાકિસ્તાની સૈના ઇટલીથી 150 એમએમની 245 એસપી માઇક-10 પણ ખરીદી રહ્યું છે. જેમાંથી 120 તોપ અહીંયા પ્રાપ્ત કરી ચુક્યું છે.


વધુમાં વાંચો: શ્રીનગર: કોંગ્રેસ ધારાસભ્યના ઘરમાં ઘૂસ્યા આતંકવાદી, એકે રાયફલ્સ લૂંટી ફરાર


રશિયાથી ખરીદવા જઇ રહ્યું છે ટી-90 ટેંક
સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાન રશિયાથી કેટલીક ટી-90 યુદ્ધ ટેંક ખરીદવાનું વિચારી રહ્યું છે. જે ભારતીય સેનાનો મુખ્ય આધાર છે. પાકિસ્તાનના આ પગલાથી રશિયાની સાથે પાકિસ્તાનના મજબૂત સંરક્ષણ સંબંધ બનાવવાના ઇરાદો દેખાઇ રહ્યો છે. રશિયા ભારતનો સૌથી મોટો અને સૌથી વિશ્વસનીય સંરક્ષણ સાધન સપ્લાયર છે.


વધુમાં વાંચો: યૂપીનો શરમજનક કિસ્સો: મહિલાને નિર્વસ્ત્ર કરી દોડાવવામાં આવી, લોકોએ બનાવ્યો વીડિયો


પાકિસ્તાન પાછલા કેટલાક સમયથી રશિયાની સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસ કર્યો છે. ઉપરાંત, તેમણે તેમની પાસેથી સંરક્ષણ સાધન પણ ખરીદ્યા છે, જેનાથી ભારતની થોડી ચિંતા વધી છે. સુત્રોએ જણાવ્યું કે પાકિસ્તાને 2025 સુધી તેમના બખ્તરબંધ બેડાને મજબુત કરવા માટે વૈશ્વિક સ્તર પર ઓછામાં ઓછા 360 યુદ્ધ ટેંક ખરીદવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ચીનની મદદથી તેઓ 220 ટંકોને સ્વદેશમાં તૈયાર કરી રહ્યું છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...