નવી દિલ્હી : જમ્મુ કાશ્મીર મુદ્દે ભારત દ્વારા કરવામાં આવેલા નિર્ણય બાદ પાકિસ્તાન ઉશ્કેરાયેલું છે અને સતત એક પછી એક નિર્ણય કરતા જોવા મળી રહ્યા છે. હવે પાકિસ્તાન-ભારત બસ સેવા અટકાવી દેવાઇ છે. આ સાથે જ ભારત- પાકિસ્તાન વચ્ચે લાહોરથી નવી દિલ્હી જનારી બસ સેવા પણ બંધ કરી દેવાઇ છે. આ અગાઉ પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ પણ અટકાવી દીધી હતી. હવે સેવા અટકાવતા પહેલા અને જમ્મુ કાશ્મીરમાંથી 370 કલમ હટાવ્યા બાદ પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ અટકાવી દીધી હતી. પાકિસ્તાને પોતાનાં ટ્રેન ડ્રાઇવર અને ગાર્ડને સમજોતા એક્સપ્રેસ સાથે મોકલવાની મનાઇ કરી દીધી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

31 ઓક્ટોબરથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બનશે કેન્દ્રશાસિત પ્રદેશ, રાષ્ટ્રપતિની મંજૂરી
જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન કાશ્મીર મુદ્દે સતત ટાંગ અડાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. જ્યારે ભારત સ્પષ્ટ શબ્દોમાં તેને આંતરિક મુદ્દો હોવાનું રોકડુ પરખાવી ચુક્યું છે. પાકિસ્તાને કાશ્મીરમાંથી 370 હટાવવાનાં નિર્ણયને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવી ચુક્યું છે. આ ઉપરાંત યુનોમાં પણ ભારતનાં આ નિર્ણયને પડકારવાની ધમકી પણ આપી ચુક્યું છે. 


પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી AIIMS માં દાખલ, PM મોદી-શાહ સહિત વરિષ્ઠ નેતાઓ હાજર
ભાજપે 3 રાજ્યોની વિધાનસભા ચૂંટણી મુદ્દે કસી કમર, નિયુક્ત કર્યા સેનાપતિ
બીજી તરફ ગિન્નાયેલા પાકિસ્તાને સમજોતા એક્સપ્રેસ બાદ મુનાબાવ-ખોખરાપાર ટ્રેન સેવા રદ્દ કરી દીધી છે. આ સાથે જ થાર એક્સપ્રેસ અટકાવવાનો નિર્ણય લીધો છે. રાજસ્થાનનાં જોધપુરથી થાર એક્રસ્પેર પાકિસ્તાન જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવી દીદો છે. જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં બે કેન્દ્ર સાસિત પ્રદેશ તરીકે વહેંચી દીધા છે. ત્યાર બાદથી જ પાકિસ્તાન ગિન્નાયેલું છે.