જમ્મુ : જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખાને લગોલગ આવેલા નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાનાં જવાનોએ શુક્રવારે એકવાર ફરીથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરતા ગોળીબાર કર્યો હતો. પૂર્વમાં પણ પાકિસ્તાને ગુરૂવારે સાંજે પુંછ ઓલઓસી પર ફાયરિંગ કર્યું હતું. એલઓસી પર રહેલા આ વિસ્તારોમાં પાકિસ્તાન ગત્ત 8 દિવસોથી સમયાંતરે ગોળીબાર કરી રહ્યું છે. જેનાં કારણે ત્યાં તણાવપુર્ણ સ્થિતી નિર્માણ પામી છે. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી અનુસાર પાકિસ્તાને શુક્રવારે નૌશેરા સેક્ટરમાંસેનાની પોસ્ટ નજીક મોર્ટાર મારો કર્યો હતો. શુક્રવારે પણ નૌશેરા સેક્ટરમાં સેનાની પોસ્ટ પાસે મોર્ટાર મારો થયો હતો. ત્યાર બાદ ભારતીય જવાનોએ પાકિસ્તાનીઓને મુંહતોડ જવાબ આપ્યો હતો. ઉપરાંત એલઓસી પર રહેલા અનેક સંવેદનશીલ વિસ્તારોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત એલઓસી પરથી આતંકવાદીઓની ઘુસણખોરીને ધ્યાને રાખીને પણ સેનાએ તમામ જવાનોને એલર્ટ પર રહેવાનો આદેશ આપ્યો છે. 

પાકિસ્તાને આ વખતે ફરીથી નિયંત્રણ રેખા પર સેનાની ફોરવર્ડ પોસ્ટ સહિત તમામ રહેણાંક વિસ્તારોમાં ગોળીબાર કર્યો છે. સંઘર્ષ વિરામ ઉલ્લંઘનની ઘટનામાં અત્યાર સુધી કોઇ પણ ઘાયલ થયાની માહિતી નથી. અગાઉ પાકિસ્તાનની તરફથી રાજોરી અને પુંછ જિલ્લામાં થયેલા ગોળીબાર દરમિયાન નિયંત્રણ રેખા પર ફરજંદ બીએસએફનાં એક જવાન શહીદ થઇ ગાય હતા. આ ઉપરાંત પાકિસ્તાનનાં ગોળીબારમાં એક બાળકીનું પણ મોત નિપજ્યું હતું.