નવી દિલ્હી: દુનિયાભરમાં ફેલાયેલા કોરોના વાયરસ વચ્ચે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું છોડતું નથી. કેરન સેક્ટરમાં પાકિસ્તાને ફરીથી એકવાર સીઝફાયરનો ભંગ કર્યો. ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાના તોપખાના, આતંકવાદીઓના લોન્ચપેડ સહિત અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યાં. સૂત્રોના જણાવ્યાં મુજબ પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો 'જ્વાળામુખી' ફાટવાનો છે? ચોંકાવનારો રિપોર્ટ


ભારતીય સેનાએ શુક્રવારે કાશ્મીરના કૂપવાડામાં ભારે તોપખાનાનો ઉપયોગ કરતા લાઈન ઓફ કંટ્રોલ પાસે રહેલા અનેક લોન્ચિંગ પેડ તબાહ કરી નાખ્યાં છે. આ વિસ્તારમાં ગત રવિવારે પાકિસ્તાની આતંકીઓ સાથે ભારતીય સેનાની જબરદસ્ત અથડામણ થઈ હતી. આ અથડામણમાં પાંચ આતંકીઓ માર્યા ગયા હતાં. ભારતીય સેનાના પેરા સ્પેશિયલ ફોર્સના પણ પાંચ જવાનો શહીદ થયા હતાં. સેનાના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે પાકિસ્તાને સીઝફાયરનો ભંગ કરતા સરહદ પારથી ભારે ગોળાબારી કરવાનું શરૂ કરી દીધુ હતું જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો. 


'કોરોના કાળ'માં પણ પાકિસ્તાનની નાપાક હરકત, આર્મીના રિટાર્યડ ઓફિસરોને મોકલી રહ્યું છે PoKમાં


ભારતીય સેનાએ 105મિમીની ફિલ્ડ ગન ઉપરાંત 155 મિમીની બોફોર્સ તોપોથી એલઓસી પાસે બનેલા પાકિસ્તાની સેનાના તોપખાના અને ત્યા હાજર આતંકીઓના લોન્ચપેડ પર ભારે ગોળાબારી કરી જે આખો દિવસ ચાલુ રહી. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube