જમ્મુઃ જમ્મુ-કાશ્મીરના નૌશેરા વિસ્તારમાં આવેલી નિયંત્રણ રેખા ઉપર આજે ફરી એક વખત પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ગોળીબારમાં એક નાગરિકનું મોત થયું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દર આનંદે જણાવ્યું કે, 'આજે બપોરે લગભગ 12 કલાકે પાકિસ્તાનની સેના દ્વારા નૌશેરા વિસ્તારમાં અચાનક જ ધાણીફૂટ ગોળીબાર શરૂ કરી દેવાયો હતો. આ ગોળીબારમાં નૌશેરા તાલુકાના 55 વર્ષના ભોદરાજને ગંભીર ઈજા પહોંચી હતી. જેનું પાછળથી મોત થયું હતું.'


ભારતીય સેનાએ પણ તેનો વળતો જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, 'ભારતીય સેનાએ સૌ પ્રથમ તો ગોળીબારમાં ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડ્યો હતો, પરંતુ તેનું મોત થયું હતું.'


સરકારે સ્વિકાર્યું: રાજ્યમાં સૌથી વધારે પોલીસ ખાતામાં અને મહેસુલ ખાતામાં ભ્રષ્ટાચાર


આનંદે જણાવ્યું કે, સેનાના કમાન્ડરોએ મૃતકના પરિજનોને તમામ પ્રકારની સહાય આપવાની ખાતરી આપી છે. 


આ દરમિયાન સંબંધિત ઘટના પછી સુરક્ષા દળોએ બુધવારે જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં એક સર્ચ ઓપરેશન દરમિયાન હિઝબુલ કમાન્ડર રિયાઝ નાયકુના ગામની નજીક આવેલા જંગલમાં આતંકીઓના છુપાવાની એક જગ્યા શોધી કાઢી હતી. 


જંગલમાં આતંકીઓની હાજરી હોવાની બાતમી મળ્યા બાદ સેના દ્વારા અવંતુપોરા વિસ્તારના બદ્રીવાન જંગલમાં વહેલી સવારથી જ સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. 


ISનું પકડાયેલું આતંકી મોડ્યુલ દેશમાં આત્મઘાતી હુમલા કરવાનું હતું, VVIP હતા નિશાન પર : NIA


આ અંગે માહિતી આપતા પોલિસ અધિકારીએ જણાવ્યું કે, "નાયકુના બેઘપુરા ગામની નજીકમાં જ આતંકીઓના છુપાઈ જવાની એક જગ્યા સર્ચ ઓપરેશનમાં હાથ લાગી હતી. દક્ષિણ કાશ્મિરનો આ આતંકી સુરક્ષા દળોના વોન્ટેડ લીસ્ટમાં ટોચના સ્થાને છે."


ભારતના વધુ સમાચાર જાણવા કરો ક્લિક...