ઇસ્લામાબાદ : જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવાયા બાદથી સ્તબ્ધ પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં એકલુ પડી ચુક્યું છે. સ્થિતી એવી સર્જાઇ છે કે તેનાં નેતાઓ એટલે સુધી કે વડાપ્રધાન ઇમરાન ખાન પરમાણુ યુદ્ધની ધમકી આપવા લાગ્યા. પરંતુ ભારતની જબરદસ્ત કુટનીતિક ઘેરાબીના કારણે ઇસ્લામાબાદનાં તેવર ઢીલા પડી ગયા છે અને પાડોશી દેશના વડાપ્રધાને કહ્યું કે, તેઓ પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ નહી કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઠ માળખાગત ઉદ્યોગોનાં વિકાસદરમાં મોટો ઘટાડો, 2.1% નું તળીયું


દિલ્હી-NCR માં 45% થી વધારે મહિલાઓ કરે છે દારૂનુ સેવન, સર્વેના ચોંકાવનારા આંકડા
ઇમરાન ખાનનાં તેવરમાં પરિવર્તન
સોમવારે પાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન ખાને કહ્યું કે, પાકિસ્તાન પહેલા પરમાણુ હથિયારનો ઉપયોગ નહી કરે. આ અગાઉ પાકિસ્તાન વડાપ્રધાન અનેક વખત પરમાણુ હથિયારનો ઉલ્લેખ કરતા કહી ચુક્યા છે કે, કાશ્મીર માટે પાકિસ્તાન કોઇ પણ હદ સુધી જઇ શકે છે. પાકિસ્તાનના વડાપ્રધાન આ ધમકીઓને ન તો ભારત મહત્વ આપ્યું અને ન તો વિશ્વના અન્ય દેશોએ ન તો તેને વધારે મહત્વ આપ્યું. હવે ઇમરાને કહ્યું કે, અમે ક્યારે પણ યુદ્ધની શરૂઆત નહી કરીએ. ભારત અને પાકિસ્તાન બંન્ને ન્યૂક્લિયર શક્તિ છે અને જો તણાવ વધે છે તો વિશ્વ ખતરો અનુભવશે. ઇમરાને કહ્યું કે, અમે ક્યારે પણ યુદ્ધની શરૂઆત નહી કરીએ. ભારત અને પાકિસ્તાન બંન્ને ન્યૂક્લિયર શક્ચિ છે અને જો તણાવ વધે છે તો વિશ્વને ખતરો અનુભવાશે. 


EXCLUSIVE: જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાને ઘુસાડ્યા 7 આતંકવાદી, મોટા હુમલાની તૈયારી
મુલાકાત દરમિયાન જાધવ ખુબ જ દબાણમાં દેખાઇ રહ્યા હતા: ભારતનું નિવેદન
આર્ટિકલ 370 હટ્યા બાદ ગિન્નાયુ છે પાકિસ્તાન
કાશ્મીરના અનુચ્છેદ 370 હટાવવાનાં નિર્ણય બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તણાવ છે. લાહોરમાં એક કાર્યક્રમ દરમિયાન શીખ સમુદાયને સંબોધિત કરતા ઇમરાન ખાને કહ્યું કે, તેમની તરફથી આવી કોઇ પહેલ નહી થાય. એક અહેવાલ અનુસાર ઇમરાન ખાને કહ્યું કે, આપણે બંન્ને દેશો પરમાણુ સંપન્ન છીએ. જો તણાવ વધશે તો વિશ્વ સમક્ષ ખતરો પેદા થઇ શકે છે.