નવી દિલ્હી: ZEE NEWSના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીને સોમવારે સરહદપાર પાકિસ્તાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન આવ્યાં છે. તેમના મોબાઈલના વ્હોટ્સ એપ એકાઉન્ટ પર પાકિસ્તાનના અનેક મોબાઈલ નંબરો + 92-3057625175, + 92-3479589959, + 92-3338831245 થી ઉશ્કેરણીજનક સંદેશા અને તસવીરો મોકલવામાં આવી છે. તેના વિરુદ્ધ તેમણે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને દિલ્હી પોલીસે તપાસ પણ શરૂ કરી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમને સરહદપારથી અજાણ્યા નંબરોથી જે મેસેજ કરવામાં આવ્યાં છે તેમાં અનેક તસવીરોની સાથે સંદેશા પણ મોકલવામાં આવ્યાં છે. તેમાંથી એક તસવીર જાંબાઝ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની છે. તે તસવીર સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે 'રો ઈન્ડિયા રો'. એમ પણ લખવામાં આવ્યું છે કે 'ઈન્ડિયાવાળાઓ ભૂલે તો નહીં, અપને હીરો કો.'


એટલું જ નહીં ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરીને વ્હોટ્સ એપ કોલ કરાયો જેમાં કોલ કરનારાએ તેમને ડરાવવાની અને ધમકાવવાની કોશિશ કરી અને ભારતીયોને ફ્રી બલુચિસ્તાન ફેસબુક પેજ બનાવવા બદલ અપશબ્દો પણ કહ્યાં. તેમને +923338831245 નંબરથી આવેલા વ્હોટ્સએપ કોલમાં કહેવાયું કે સુધી ચૌધરી જેહાદી તત્વોનો પર્દાફાશ કરનારા મુદ્દાને ઉઠાવવાનું બંધ કરે નહીં તો ગંભીર પરિણામ ભોગવવા પડશે. જ્યારે સુધીર ચૌધરીએ પોતાની ઓળખ ઉજાગર કરવા માટે કહ્યું તો તેણે તે માટે ઈન્કાર કરી દીધો. 


જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું તે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI સાથે સંબંધ ધરાવે છે તો તેણે જવાબ આપ્યો કે કેરળમાં જે એફઆઈઆર કરાઈ છે તેના અંગે તે જાણે છે અને જલદી સુધીર ચૌધરી વિરુદ્ધ આવી અનેક એફઆઈઆર દિલ્હી, મહારાષ્ટ્ર અને પંજાબમાં નોંધાશે. 


આ વીડિયો પણ જુઓ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube