નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં આયોજીત બે દિવસીય શંઘાઇ સહયોગ સંગઠનની (SCO) મિલિટ્રી મેડસિન સમ્મેલનમાં પાકિસ્તાને પહેલા દિવસે ભાગ નહોતો લીધો. જો કે સેનાના સુત્રોનું કહેવું છે કે પાકિસ્તાનના પ્રતિનિધિ આ બેઠકમાં તો નહોતા જોડાયા પરંતુ પહેલા દિવસે ડિનર કરવા માટે પહોંચી ગયા હતા. એવો દાવો હતો કે પાકિસ્તાનને આ સમ્મેલનનું ઘણુ મોડેથી આમંત્રણ મળ્યું હતું. એટલા માટે કદાચ આ સમ્મેલનનાં પહેલા દિવસે પાકિસ્તાન તરફથી કોઇની હાજરી નહોતી.


શારદા ચિટફંડ કેસ: કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી CBI ટીમ
આ સમ્મેલનમાં 27 આંતરરાષ્ટ્રીય અને 40 ભારતીય પ્રતિનિધિનો સમાવેશ થાય છે. ભારત વર્ષ 2017માં એસસીઓનું સભ્ય બન્યું હતું. ત્યાર બાદ એસસીઓ સંરક્ષણ યોજના 2019-20 હેઠળ ભારતની મેજબાનીમાં આ પહેલો સૈન્ય સહયોક કાર્યક્રમ સંપન્ન થયો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતની સાથે પાકિસ્તાન પણ જુન 2017માં એસસીઓનું પુર્ણ કાલીન સભ્ય બન્યું હતું. તે ઉપરાંત ચીન, કિર્ગિસ્તાન, કજાકિસ્તાન, રશિયા, તજાકિસ્તાન અને ઉજ્બેકિસ્તાન પણ એસસીઓનાં સભ્ય છે.


શ્રીમદ્ ભગવત ગીતાથી પ્રેરિત છે સંવિધાન, મુળ કોપીમાં રામ,કૃષ્ણની તસવીરો: રવિશંકર પ્રસાદ
ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો લાગે છે!
ભારત-પાક વચ્ચે તણાવ
જમ્મુ કાશ્મીરમાં વિશેષ રાજ્યનો દરજ્જો છીનવી લેવાયા બાદથી જ ભારત પર પાકિસ્તાન સતત હુમલાખોર છે. કાશ્મીર મુદ્દે પાકિસ્તાન જ્યાં આંતરરાષ્ટ્રીય મંચો પર યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે, બીજી તરફ પાકિસ્તાન સરકારના મંત્રી નિવેદનબાજી કરી રહ્યા છે. ગત્ત દિવસોમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમ્મદ કુરેશીએ કહ્યું કે, ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારે પણ યુદ્ધ થઇ શકે છે. આ મુદ્દે તેમણે સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ મિશેલ બેશલેટ સાથે કાશ્મીરની મુલાકાત કરવાની અપીલ કરી. બીજી તરફ તેમણે એમ પણ કહ્યું કે, તેમને લાગે છે કે પાકિસ્તાન અને ભારત બંન્ને યુદ્ધનાં પરિણામોને સારી રીતે સમજે છે.