શારદા ચિટફંડ કેસ: કોલકાતાના પૂર્વ કમિશ્નર રાજીવ કુમારના ઘરે પહોંચી CBI ટીમ
સીબીઆઇએ રાજીવ કુમારનાં ઘરની બહાર નોટિસ ચિપકાવી તેમને કાલે સીબીઆઇ ઓફીસ પર હાજર થવા જણાવ્યું
Trending Photos
કોલકાતા : શારદા ચિટફંડ મુદ્દે (Saradha chit fund scam) કલકત્તા હાઇકોર્ટ દ્વારા પૂર્વ પોલીસ કમિશ્નર રાજીવ કુમારની (Rajeev kumar) ધરપકડ પર લાગેલ પ્રતિબંધ હટતાની સાથે જ સીબીઆઇની ટીમ સક્રિય થઇ ગઇ અને રાજીવ કુમારના ઘરે પહોંચી. જો કે તે ઘરે મળ્યા નહોતા. સીબીઆઇે રાજીવ કુમારનાં ઘરની બહાર નોટિસ ચોંટાડી દીધી. જેમાં કાલે સીબીઆઇ ઓફીસ હાજર થવા માટે જણાવવામાં આવ્યું. સુત્રો અનુસાર રાજીવ કુમાર રજા પર છે. તે ગત મંગળવારે રજા પર છે.
ભારતમાં દર મિનિટે થાય છે સેંકડો સાઇબર એટેક, વર્ષે અધધધ આટલા કરોડનો ચુનો લાગે છે!
આ અગાઉ રાજીવ કુમારની અરજી અંગે સુનવણી દરમિયાન જસ્ટિસ મધુમિતા મિત્રાએ કહ્યું કે, તપાસનાં કોઇ અધિકારી પ્રતિષ્ઠા પ્રભાવિત નથી થતી. એક જવાબદાર અધિકારી દરેક પ્રકારે મદદ કરવી જોઇે. રાજીવ કુમારનાં સુરક્ષા અપીલને પણ ફગાવી દેવામાં આવી. જજે કહ્યું કે, કોર્ટજો કોર્ટ રાજીવ કુમારને સુરક્ષા આપશે તો તેનાથી તપાસ પ્રભાવિત થશે. કાયદો બમા માટે સરખો છે.
રડતા રડતા બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી યાદવનાં ઘરેથી નિકળ્યાં એશ્વર્યા
રાજીવ કુમાર પર ગોટાનાં પુરાવા સાથે ચેડાના ગંભીર આરોપ છે. સુપ્રીમ કોર્ટે મે 2014માં સુદિપ્ત સેન નીત શારદા સમુહ સહિત અને ચિટફંડ ગોટાળાની તપાસ સીબીઆઇને સોંપી હતી. આ ગોટાળા દ્વારા રોકાણકારોને 2500 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યો હતો. રાજીવ કુમાર 2013માં બિધાનનગર પોલીસ આયુક્ત હતા જ્યારે આ ગોટાળાનો ખુલાસો થયો હતો. રાજીવ કુમાર પર ગોટાળાનાં પુરાવા સાથે ચેડાના ગંભીર આરોપો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે