મહારાષ્ટ્રઃ પાલઘરમાં બે સાધુઓની મોબ લિંચિંગ પર બબાલ, 101 આરોપીની ધરપકડ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના એક ગામમાં ટોળાએ બે સાધુઓ સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી હતી. તો સરકારે આ મામલાની તપાસ માટે એક ઉચ્ચ સ્તરીય કમિટીની રચના કરી છે.
પાલઘરઃ દેશભરમાં કોરોના લૉકડાઉન અને આ વચ્ચે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાંથી શુક્રવારે મોબ લિંચિગની શરમજનક ઘટના સામે આવી હતી. અહીં આશરે 200 લોકોના ટોળાએ 2 સાધુ અને 1 ડ્રાઇવરની મારી-મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ઘટનાને લઈને વિપક્ષ ઉદ્ધવ ઠાકરે સરકાર પર સતત હુમલો કરી રહ્યું છે. તો ત્રણ લોકોની નિર્મમ હત્યા પર મહારાષ્ટ્ર સરકારે કાર્યવાહી કરતા 101 લોકોની કસ્ટડીમાં લીધા છે. તેની જાણકારી મહારાષ્ટ્ર મુખ્યમંત્રી કાર્યાલયે આપી છે.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ)એ ટ્વીટ કર્યું, પાલઘરની ઘટના પર કાર્યવાહી કરવામાં આવી છે. જેણે 2 સાધુ, 1 ડ્રાઇવર અને પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો. પોલીસે ઘટનાના દિવસે તે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ ગુનો અને શરમજનક કૃત્યના ગુનેગારોને કઠોર સજા આપવામાં આવશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube