પાલઘર મોબ લિંચિંગઃ ઉદ્ધવ સાથે સીએમ યોગીએ કરી વાત, કઠોર કાર્યવાહીની કરી અપીલ
આગળ સીએમ યોગી આદિત્યનાથે લખ્યું, મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી દ્વારા તે જણાવવામાં આવ્યું કે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી છે તેની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે.
મુંબઈઃ મહારાષ્ટ્રના પાલઘરમાં સાધુઓની મોબ લિંચિંગના મામલામાં અત્યાર સુધી 101 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આ વચ્ચે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે. સીએમ યોદીએ દોષીતો વિરુદ્ધ કાર્યવાહીની માગ કરી છે. તેના પર સીએમ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, દોષીતોને સજા આપવામાં આવશે.
સીએમ યોગી આદિત્યનાથે પોતાના ટ્વીટર પર લખ્યું, 'પાલઘર, મહારાષ્ટ્રમાં થયેલી જૂના અખાડાના સંતો સ્વામી કલ્પવૃક્ષ ગિરિ જી, સ્વામી સુશીલ ગિરિ જી તથા તેના ડ્રાઇવર નીલેશ તેલગડે જીની હત્યાના સંબંધમાં કાલે સાંજે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી અને ઘટનાના જવાબદાર તત્વો વિરુદ્ધ કઠોર કાર્યવાહીનો આગ્રહ કર્યો છે.'
આગળ સીએમ યોગી આદિત્યનાથે લખ્યું, મહારાષ્ટ્રના માનનીય મુખ્યમંત્રી દ્વારા તે જણાવવામાં આવ્યું કે કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી છે. બાકી છે તેની ઓળખ કરીને કડક કાર્યવાહી કરવામાં આવશે. અત્યાર સુધી મોબ લિંચિંગના મામલામાં 101 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
ગુજરાત, મહારાષ્ટ્ર...... દેશમાં કોરોનાના 5 અશુભ સંકેત
શું છે સંપૂર્ણ ઘટનાક્રમ?
જાણકારી પ્રમાણે, પાલઘર જિલ્લામાં દાભડી ખાનવેલ રોડ સ્થિત એક આદિવાસી ગામમાં શુક્રવારે આશરે 200 લોકોએ આ ત્રણેયને ચોર સમજીને તેના પર પથ્થરમારો કર્યો હતો અને તેના વાહન રોકવા લાગ્યા હતા. જ્યારે આ લોકોએ પોતાનું વાહન રોક્યું તો તો ટોળાએ તેમને ઉતારીને લાકડીથી રોડ પર મારવાનું શરૂ કરી દીધું હતું.
જ્યારે ગામલોકોએ તેમના પર પથ્થરમારો કર્યો અને વાહન રોકવાનો પ્રયાસ કર્યો તો ડ્રાઇવરે તેની જાણકારી પોલીસને આપી હતી. આ સૂચના પર પોલીસની ટીમ તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી અને ગ્રામીણોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટોળું ઉગ્ર હતું તો તેણે પોલીસ પર પણ હુમલો કરી દીધો હતો. હુમલામાં પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
ગ્રામીણોના હુમલામાં કાસા પોલીસ સ્ટેશનના અધિકારીઓ સિવાય જિલ્લાના એક સીનિયર પોલીસ અધિકારી પણ ઈજાગ્રસ્ત થયા હતા. કુલ મળીને આ ઘટનમાં પાંચ પોલીસકર્મીને ઈજા પહોંચી હતી. તો આ ઘટનાસ્થળે બે સાધુ અને એક ડ્રાઇવરનું મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube