નવી દિલ્હી: પાણીપૂરી... દરેક જણને ભાવે તેવી ખાવાની વસ્તુ. હાલમાં જ ગુજરાતમાં અનેક જગ્યાએ તેના પર પ્રતિબંધની વાતો ઉઠતા જાણે લોકો તો હક્કાબક્કા રહી ગયા હતાં. ત્યારબાદ તો પાણીપૂરી ખાવાથી કેટલા નુકસાન થાય તે વાતો બહાર આવવા લાગી. પરંતુ હવે કોઈ પણ ચીજનો જ્યારે અતિરેક થાય તો તે નુકસાન તો કરવાની જ છે. અને તે પણ મોસમ વગર. પરંતુ તેનો અર્થ એ નથી કે તે ખરાબ છે. પાણીપૂરીના ફાયદા પણ છે. અહીં ગણાવીએ તમને.... પાણીપૂરીથી વજન ઓછુ થાય છે. એસીડિટી રોકાય છે. મૂડ ખરાબ હોય તો મોઢામાં જતા જ મૂડ ઠીક થઈ જાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફાયદા નંબર 1: વજન ઉતારે છે
જો તમે વજન ઓછુ કરવા માંગતા હોવ તો પાણીપૂરી  ફાયદાકારક સાબિત થઈ શકે છે. સોજીના ગોલગપ્પા એટલે કે પાણીપૂરી ન ખાવી. વજન ઓછુ કરવા માટે ઘઉના લોટની પૂરી ખાઓ અને જલજીરામાં મીઠાની જગ્યાએ ફુદીનો, લીંબુ, હિંગ અને કાચી કેરીનો ઉપયોગ કરો. મોટાપાને રોકવામાં મદદ કરશે. 


ફાયદા નં 2: મોઢાના છાલા દૂર કરે
જો તમને કોઈએ એમ કહ્યું કે પાણીપૂરી ખાવાથી મોઢામાં પડેલા છાલા દૂર થાય છે તો તે ખોટું નહીં હોય. કારણ કે જલજીરાની તીખાશ અને ફુદીનાની ખટાશથી મોઢાના છાલા દૂર થઈ શકે છે. 


ફાયદો નં 3: એસિડિટીમાંથી છૂટકારો
પાણીપૂરીથી આ પણ ફાયદો થાય છે. ઘઉના લોટની પાણીપૂરીની સાથે જલજીરામાં ફુદીનો, કાચી કેરી, બ્લેક સોલ્ટ, બ્લેક પેપર, જીરા પાઉડર અને સ્વાદ મુજબ મીઠાનું મિશ્રણ હોવું જોઈએ. આ બધી વસ્તુથી એસિડિટી ગણતરીની મીનિટોમાં દૂર થઈ શકે છે. જો તમે પાણીપૂરી ખાવાનું વિચારી રહ્યાં હોવ તો તેના માટે બપોરનો સમય શ્રેષ્ઠ છે. કારણ કે લંચ અને સાંજના નાશ્તા વચ્ચે ખાવાથી તે ફાયદો તો કરશે જ સાથે સાથે પચવામાં ડાઈજેશનને પણ એક્ટિવ રાખશે. 


ફાયદો 4: મૂડ રિફ્રેશ કરવામાં મદદરૂપ
ખુબ ગરમી અને આકરા તાપમાં મોટા ભાગે લોકો હેરાન પરેશાન થતા હોય છે. આ દરમિયાન ચિડચિડાપણું અને વધુ પાણી પીવાની ઈચ્છા થતી હોય છે. જો તમે પાણી પીતા પહેલા 2-4 પાણીપૂરી ખાઈ લો તો તમે તમારો મૂડ રિફ્રેશ મહેસૂસ કરશો. જો તમે મુસાફરી દરમિયાન કે બંધ રૂમમાં ગૂંગણામણ જેવું મહેસૂસ કરી રહ્યાં છો કે પછી જીવ કચવાતો હોય તો પાણીપૂરી રામબાણ ઈલાજ બની શકે છે. આવામાં ઘઉના લોટની 4-5 પાણીપૂરી ખાવાથી આવી સમસ્યાઓ દૂર થાય છે. 


આથી જો હવે પાણીપૂરી ખાઓ તો ગિલ્ટ ફ્રી થઈને ખાઓ અને એન્જોય કરજો...