લખનઉઃ ઉત્તર પ્રદેશની રાજનીતિથી મોટા સમાચાર મળી રહ્યાં છે. સિરાથૂ વિધાનસભા સીટથી સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય પલ્લવી પટેલના પતિએ અપના દળ (કમેરાવાદી) પાર્ટી છોડી દીધી છે. પલ્લવી પટેલની પાર્ટી અપના દળ (કમેરાવાદી) છે, પરંતુ તેમણે સિરાથૂ સીટ પરથી સમાજવાદી પાર્ટીની ટિકિટ પર ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાજ મૌર્ય સામે ચૂંટણી લડી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંકજ પટેલે આપ્યુ રાજીનામુ
મહત્વનું છે કે પલ્લવી પટેલના પતિ પંકજ પટેલે અપના દળ (કમેરાવાદી) પાર્ટી અને મહાસચિવના પદેથી રાજીનામુ આપી દીધુ છે. સૂત્રો પ્રમાણે પંકજ પટેલે પોતાના સાસુ અને પાર્ટી અધ્યક્ષ કૃષ્ણા પટેલની સાથે મતભેદો બાદ રાજીનામુ આપ્યું છે. 


નોંધનીય છે કે આ પ્રથમવાર નથી જ્યારે ડોક્ટર સોનેલાલ પટેલે બનાવેલી પાર્ટીમાંથી કોઈ પરિવારના સભ્યએ રાજીનામુ આપ્યું છે. આ પહેલા કૃષ્ણા પટેલની પુત્રી અને અનુપ્રિયા પટેલે પોતાના માતા સાથે મતભેદો બાદ નવી પાર્ટી અપના દળ બનાવી હતી. અનુપ્રિયા પટેલ ભાજપ સાથે ગઠબંધનમાં છે તો કૃષ્ણા પટેલની પાર્ટી અપના દળ (કમેરાવાદી) નું ગઠબંધન સમાજવાદી પાર્ટીની સાથે છે. 


આ પણ વાંચોઃ 'અસાની' વાવાઝોડાનું તોળાઈ રહ્યું છે જોખમ, જાણો કયા રાજ્યોમાં છે હાઈ અલર્ટ 


પલ્લવી પટેલની બહેને લગાવ્યો હતો આરોપ
નોંધનીય છે કે પાછલા વર્ષે પલ્લવી પટેલની બહેન બહેન અમન પટેલે તેના ઉપર પિતાની સંપત્તિ કબજે કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે આ સંબંધમાં ઉત્તર પ્રદેશના ડીજીપીને એક પત્ર પણ લખ્યો હતો. 


કેશવ પ્રસાદ મૌર્યને હરાવી ચુકી છે પલ્લવી પટેલ
ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યને સિરાથૂ વિધાનસભા સીટથી સપાની પલ્લવી પટેલે 7337 મતથી પરાજય આપ્યો હતો. જ્યાં પલ્લવી પટેલને 1,06,278  મત મળ્યા હતા, જ્યારે મૌર્યને 98,941 મત મળ્યા હતા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube