નવી દિલ્હી: 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓને થોડા અઠવાડિયા જ બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શાળાના વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા સંબંધિત જુદા જુદા વિષયો પર ચર્ચા કરશે અને આ દરમિયાન તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપશે. આ સંવાદમાં પીએમ મોદી વિદ્યાર્થીઓને સંબોધિત કરીને પરીક્ષાની તૈયારીના કેટલાક નુસ્ખા પણ જણાવશે. જેથી કરીને તેમને તણાવમાંથી મુક્તિ મળી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાર્યક્રમ અગાઉ પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે હું યુવા મિત્રો, શિક્ષકો અને વાલીઓ સાથે હસીખુશીને અને કોઈ પણ જાતના તણાવ વગર પરીક્ષાઓમાં સામેલ થવાની ચર્ચાને લઈને ખુબ ઉત્સુક છું. આ પરીક્ષા પર ચર્ચા શુક્રવારે 12 વાગ્યે શરૂ થશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગ્યે દિલ્હી સ્થિત તાલકટોરા સ્ટેડિયમમાં પરિચર્ચા સત્રમાં ભાગ લેશે. વડાપ્રધાન વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે જોડાશે. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યાં છે. પરિચર્ચા દરમિયાન મુખ્ય વિષય બોર્ડ પરીક્ષાઓ અને પરીક્ષાઓ સંબંધિત સમસ્યાઓ હશે. જેમાં પરીક્ષા સંબંધિત તણાવ સંલગ્ન વાતો પણ સામેલ હશે. આ પરિચર્ચાનું શિર્ષક 'મેકિંગ એક્ઝામ ફન: ચેટ વિથ પીએમ મોદી' રાખવામાં આવ્યું છે.



સીબીએસઈ દ્વારા સ્કૂલનોના કાર્યક્રમને લાઈવ ટેલિકાસ્ટ કરવાની વ્યવસ્થા કરવાની અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં લગભગ 10 વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીઓને પીએમ મોદીને સીધો પ્રશ્ન પૂછવાનો અવસર મળશે. પીએમ મોદી માયગાવ ડોટ ઈનથી પસંદગીના કેટલાક સવાલોના જવાબ પણ આપશે.


વાસ્તવમાં થોડા દિવસ પહેલા પીએમ મોદીએ પોતાની ટ્વિટમાં કહ્યું હતું કે મારા યુવા મિત્રો, હું આ મહિનાની 16 તારીખના રોજ તમારી સાથે ચર્ચાને લઈને ઉત્સુક છું. હું તમારી સાથે પરીક્ષા દરમિાયન તણાવમુક્ત અને પ્રસન્ન રહેવાની જરૂરિયાત પર ચર્ચા કરીશ. તેમાં ટેક્નોલોજીના માધ્યમથી દેશભરના હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાશે.