નવી દિલ્હી: કોરોના વાયરસ (Corona Virus) મહામારી વચ્ચે પારલે જી (Parle G) એ વેચાણ મામલે 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો અને સોશિયલ મીડિયા પર તેની ખુબ ચર્ચા પણ થઈ. હવે પારલે જી કંપનીનું નામ ફરીથી સોશિયલ મીડિયા પર એકવાર ટ્રેન્ડ થઈ રહ્યું છે. પરંતુ આ વખતે કારણ એકદમ અલગ છે. વાત જાણે એમ છે કે કંપનીએ નિર્ણય લીધો કે તે ન્યૂઝ ચેનલો પર પોતાની પ્રોડક્ટ્સની જાહેરાત નહીં કરે અને આ પગલું સોશિયલ મીડિયા યૂઝર્સને ખુબ ગમ્યું. ત્યારબાદ ટ્વિટર પર #ParleG ટ્રેન્ડ થવા લાગી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લદાખ તણાવ: ભારતની સ્પષ્ટ વાત, ચીન એપ્રિલ પહેલાંની યથાસ્થિતિ પૂર્વવત કરે, સૈનિકોને હટાવે


અગ્રગણ્ય જાહેરાત આપનારી કંપનીઓ અને મીડિયા એજન્સીઓનું કહેવું છે કે તેઓ તેના પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. આ વખતે પારલે જીએ નિર્ણય લીધો છે. પારલે જીના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કંપની સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરતા કન્ટેન્ટને પ્રસારિત કરનારી સમાચાર ચેનલો (News Channels) પર જાહેરાત નહીં આપે. 


અગાઉ બજાજે પણ લીધો હતો નિર્ણય
પારલે જી અગાઉ બજાજ કંપનીએ પણ જાહેરાત કરી હતી કે તે કથિત રીતે ઝેરીલી આક્રમક સામગ્રી પ્રસારિત કરનારી સમાચાર ચેનલો પર જાહેરાત નહીં આપે. અત્રે જણાવવાનું કે સમાચાર ચેનલો દ્વારા કથિત રીતે ટીવી દર્શકોની સંખ્યા એટલે કે ટીઆરપી મેળવવાની દોડમાં છેડછાડ કરવાના રિપોર્ટ આવ્યા બાદ આ નિર્ણય લેવાયો છે. આ મામલે  તપાસ ચાલુ છે. 


Corona Update: કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી


ઈન્ડિયન સિવિલ લિબર્ટિઝ યુનિયને આપી જાણકારી
ઈન્ડિયન સિવિલ લિબર્ટિઝ યુનિયને ટ્વિટર પર લખ્યું કે Parle G નિર્ણય લીધો છે અને જણાવ્યું છે કે પારલે પ્રોડક્ટ્સે ઝેરીલી અને આક્રમક સામગ્રી પ્રસારિત કરનારી સમાચાર ચેનલોને જાહેરાત ન આપવાનો નિર્ણય લીધો છે. કંપની જેના પર પૈસા ખર્ચવા માંગે છે આ ચેનલો તેવી નથી કારણ કે તે તેના લક્ષિત ગ્રાહકો નથી. બજાજ અને પારલે જીના નેતૃત્વમાં અન્ય કંપનીઓએ પણ જોડાવવાનો સમય આવી ગયો છે. 



પારલે જી કંપનીના આ નિર્ણયના સોશિયલ મીડિયા પર ખુબ વખાણ થઈ રહ્યા છે. એક યૂઝરે કહ્યું કે ખુબ સરસ, સન્માન. વધુને વધુ કંપનીઓ આ રસ્તે ચાલવું જોઈએ. બીજા યૂઝરે લખ્યું કે આ ફક્ત શરૂઆત હોઈ શકે છે. આશા છે કે વધુ કંપનીઓ તેનું પાલન કરશે અને આપણને એક સકારાત્મક ફેરફાર જોવા મળશે. 



લોકડાઉનમાં પારલે જીનું રેકોર્ડ વેચાણ
1938થી દેશમાં પારલે જીની પ્રોડક્ટ્સનું વેચાણ થઈ રહ્યું છે. લોકડાઉન દરમિયાન વેચાણનો નવો રેકોર્ડ પણ બન્યો અને 80 વર્ષ જૂના રેકોર્ડને ધ્વસ્ત કર્યો. જો કે પારલે પ્રોડક્ટ્સ કંપનીએ એ નથી જણાવ્યું કે કુલ કેટલું વેચાણ વધ્યું પરંતુ એટલું જરૂર કહ્યું કે કુલ માર્કેટ શેરમાં પાંચ ટકાનો વધારો થયો છે. આ સાથે જ કંપનીએ જણાવ્યું કે 80થી 90 ટકાનો ગ્રોથ ફક્ત પારલે જીના વેચાણથી થયો.