Corona Update: કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી

દેશમાં કોરોનાના કેસ (Corona Virus) માં આજે ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,732 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 71,20,539  થઈ છે. આ બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને(Union Health Minister Dr Harsh Vardhan)  કહ્યું કે, હાલમાં કોરોના વાયરસની રસી વિભિન્ન પરીક્ષણ પ્રક્રિયા હેઠળ પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજમાં છે.

Corona Update: કોરોનાનો ઘટી રહ્યો છે પ્રકોપ! રસી વિશે સ્વાસ્થ્યમંત્રીએ આપી મહત્વની જાણકારી

નવી દિલ્હી: દેશમાં કોરોનાના કેસ (Corona Virus) માં આજે ઘટાડો જોવા મળ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 66,732 નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કોરોનાના કુલ કેસની સંખ્યા 71,20,539  થઈ છે. આ બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડૉ.હર્ષવર્ધને(Union Health Minister Dr Harsh Vardhan)  કહ્યું કે, હાલમાં કોરોના વાયરસની રસી વિભિન્ન પરીક્ષણ પ્રક્રિયા હેઠળ પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજમાં છે. સ્વાસ્થ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર પોતાના ફોલોઅર્સ સાથે સંડે સંવાદમાં કહ્યું કે મંત્રાલય અને એજન્સીઓ વેક્સિનના પરિણામની રાહ જુએ છે. 

કુલ કેસ 71,20,539 થયા, અત્યાર સુધીમાં 1,09,150 લોકોના મૃત્યુ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 66,732 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ કેસનો આંકડો 71,20,539 પર પહોંચ્યો છે. એક દિવસમાં 816 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે  કુલ મૃત્યુઆંક 1,09,150 થયો છે. દેશમાં અત્યાર સુધીમાં  71,20,539 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. જ્યારે 8,61,853 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. 

Total case tally stands at 71,20,539 including 8,61,853 active cases, 61,49,536 cured/discharged/migrated cases & 1,09,150 deaths: Union Health Ministry pic.twitter.com/fztD9lijaz

— ANI (@ANI) October 12, 2020

કોરોના રસી વિશે મહત્વની જાણકારી
આ બાજુ કોરોનાની રસી વિશે પણ સ્વાસ્થ્યમંત્રીએ મહત્વની જાણકારી આપી. તેમણે કહ્યું કે હાલમાં કોરોના વાયરસની રસી વિભિન્ન પરીક્ષણ પ્રક્રિયા હેઠળ પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજમાં છે. મંત્રાલય અને એજન્સીઓ વેક્સિનના પરિણામની રાહ જુએ છે. રસી બે ડોઝ અને ત્રણ ડોઝની સિરીઝમાં આવશે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India) અને ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા વિક્સિત રસીના બે ડોઝની જરૂર પડશે જ્યારે કેડિલા હેલ્થકેર(Cadila Healthcare) જે રસી પર કામ કરે છે તેના ત્રણ ડોઝ લેવા પડશે. કેન્દ્રીય મંત્રીએ  કહ્યું કે પ્રી-ક્લિનિકલ તબક્કામાં અન્ય રસીઓ અને તેમના સંબંધિત ડોઝનું પરીક્ષણ ચાલુ છે. 

કોરોના રસી વિતરણ પ્લાન
મંત્રીએ જણાવ્યું કે સરકારની યોજના છે કે સમગ્ર વસ્તીમાં લક્ષિત સમૂહોને પ્રાથમિકતા આપીને COVID-19 રસીને સામેલ કરવામાં આવે. તેમણે સ્પષ્ટ કર્યું કે અંદાજો છે કે COVID-19 રસીનું વિતરણ શરૂઆતમાં મર્યાદિત પ્રમાણમાં જ ઉપલબ્ધ થશે. 

તેમણે એમ પણ કહ્યું કે ભારત જેવા વિશાળ દેશમાં, જોખમની સમીક્ષા, વિભિન્ન જનસમૂહો વચ્ચે તેમની જરૂરિયાત, કોરોનાના કુલ કેસ વચ્ચે મૃત્યુદર, સહિત અનેક વિષયો પર મંથન કરીને રસી વિતરણની પ્રાથમિકતા નક્કી કરવી એ પણ એક પડકારજનક કામ રહેશે. 

ડૉક્ટર હર્ષવર્ધને એ પણ કહ્યું કે ભારત અનેક પ્રકારની રસીઓની ઉપલબ્ધતા જોઈ રહ્યું છે, જેમાંથી કેટલીક તો એક વિશેષ આયુવર્ગ માટે ઉપલબ્ધ હોઈ શકે છે જ્યારે અન્ય માટે એક સાથે વેક્સિન ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news