દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી, 27 માર્ચ પહેલા સમાપ્ત થઈ શકે છે Parliament નું Budget Session
કોરોના સંક્રમણ (Corona) અને દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને જોતા સંસદના બજેટ સત્ર (Budget Session) માં ઘટાડો થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 27 માર્ચથી શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કાના મતદાન પહેલા તેને સમાપ્ત કરવામાં આવી શકે છે.
નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ (Corona) અને દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની પ્રક્રિયાને જોતા સંસદના બજેટ સત્ર (Budget Session) માં ઘટાડો થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે 27 માર્ચથી શરૂ થઈ રહેલા પ્રથમ તબક્કાના મતદાન પહેલા તેને સમાપ્ત કરવામાં આવી શકે છે.
સ્પીકરે વિવિધ પાર્ટીઓ સાથે કરી મુલાકાત
સૂત્રો પ્રમાણે મંગળવારથી સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી પહેલા સવારે 11 કલાકે શરૂ થશે અને સાંજે છ કલાક સુધી ચાલશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ નિચલા ગૃહમાં તેના વિશે જાહેરાત કરી. સત્રને જલદી સમાપ્ત કરવાનો નિર્ણય પણ તે લેશે. તેમણે આ સંબંધમાં કોઈ નિર્ણય લેતા પહેલા સોમવારે વિવિધ પાર્ટીઓના નેતાઓ સાથે મુલાકાત કરી. તૃણમૂલ કોંગ્રેસ અને દ્રવિડ મુનેત્ર કડગમના સભ્યોએ તેમની સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચોઃ TamilNadu Election: શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આ સીટો પર ચૂંટણી લડશે AIMIM
TMC એ સત્ર સ્થગિત કરવાની કરી માંગ
મહત્વનું છે કે ટીએમસી સહિત અનેક પાર્ટીએ વિધાનસભા ચૂંટણીને જોતા બજેટ સત્ર (Budget Session) ને સમય પહેલા સ્થગિત કરવાની માંગ કરી છે. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડૂને લખેલા એક પત્રમાં તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સભ્ય અને પ્રવક્તા ડેરેક ઓબ્રાયને કહ્યુ કે, ચૂંટણીને કારણે તેમની પાર્ટીના સભ્ય સંસદ સત્રમાં ઉપસ્થિત ન રહી શકે, ટીએમસી નેતા સુદીપ બંદોપાધ્યાયે પણ આ મુદ્દા પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સત્ર સ્થગિત કરવાનો આગ્રહ કર્યો છે.
સત્ર નાનું કરવાની માંગનો વિરોધ
તો ઘણા અન્ય પક્ષોએ સત્ર સ્થગિત કરવાની માંગનો વિરોધ કર્યો છે. બીજૂ જનતા દળે કહ્યુ કે, વિધાનસભા ચૂંટણી ઘણા સપ્તાહ ચાલે છે. તેવામાં ચૂંટણી માટે સત્ર નાનુ કરવું યોગ્ય રહેશે નહીં. તો વાઈએસઆર કોંગ્રેસના પીવી મિથુને કહ્યુ કે, જો આ સત્રને ટૂંકુ કરવામાં આવે તો આગામી સત્રને લાંબુ કરવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube