નવી દિલ્હી: સંસદના બજેટ સત્ર (Parliament Budget Session) નું બીજું ચરણ આજથી શરૂ થઈ ગયું છે. સંસદમાં બજેટ તો પસાર થઈ ગયું છે પરંતુ ચર્ચાને લઈને આ સત્ર મહત્વનું છે. જો કે આજે સત્રની શરૂઆત જ હંગામા સાથે થઈ. પેટ્રોલ ડીઝલના ભાવો પર ચર્ચા કરવાના મુદ્દે કોંગ્રેસના હંગામા  બાદ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. 11 વાગે કાર્યવાહી શરૂ કરાઈ પરંતુ વળી પાછા હંગામા બાદ રાજ્યસભાની કાર્યવાહી 1 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

8 એપ્રિલ સુધી ચાલશે સત્ર
અત્રે જણાવવાનું કે બીજું સત્ર 8 એપ્રિલ સુધી ચાલશે જેમાં વિપક્ષ અને સરકાર વચ્ચે ટકરાવ જોવા મળશે. શરૂઆત હંગામેદાર જોવા મળી છે. કોંગ્રેસ સાંસદો તરફથી પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઈને સ્થગન પ્રસ્તાવ મૂકવામાં આવ્યો. કોંગ્રેસ સતત પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર ચર્ચાની માગણી કરી રહી છે. 


ચર્ચાની અપીલ
હંગામા વચ્ચે રાજ્યસભાના સભાપતિ વેંકૈયા નાયડુએ કહ્યું કે રાજ્યસભામાં વિપક્ષના નેતા તરીકે મલ્લિકાર્જૂનનું સ્વાગત કરું છું. તેઓ દેશમાં લાંબા સમય સુધી કામ કરનારા નેતાઓમાંથી એક છે. હું તમામ સભ્યોને સદનમાં ઉપસ્થિત રહેવાની અપીલ કરું છું. જેથી કરીને અહીં થનારી ડિબેટમાં તેઓ ભાગ લે અને પોતાનું જ્ઞાન વધારી શકે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube