Parliament Monsoon Session 2022: કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે રાજ્યસભામાં આપી ઝીરો અવરમાં નોટિસ, લોકસભા કાર્યવાહી સ્થગિત
સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંસદમાં મતદાન ચાલુ છે. એનડીએ તરપથી દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં છે. પીએમ મોદીએ સંસદ સત્રનો ઉપયોગ સદનની ગરિમા વધારવા માટે કરવાનો આગ્રહ કર્યો. સત્ર દરમિયાન વિપક્ષ અગ્નિપથ સ્કીમ અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી ચૂક્યો છે. સત્ર દરમિયાન સરકાર કુલ 32 બિલ રજૂ કરવાની તૈયારીમાં છે.
Parliament Monsoon Session 2022: સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થયું છે. પહેલા દિવસે રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સંસદમાં મતદાન ચાલુ છે. એનડીએ તરપથી દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષ તરફથી યશવંત સિન્હા રાષ્ટ્રપતિ પદ માટેની રેસમાં છે. પીએમ મોદીએ સંસદ સત્રનો ઉપયોગ સદનની ગરિમા વધારવા માટે કરવાનો આગ્રહ કર્યો. સત્ર દરમિયાન વિપક્ષ અગ્નિપથ સ્કીમ અને મોંઘવારીના મુદ્દે સરકારને ઘેરવાની તૈયારી કરી ચૂક્યો છે. સત્ર દરમિયાન સરકાર કુલ 32 બિલ રજૂ કરવાની તૈયારીમાં છે.
લોકસભાની કાર્યવાહી આવતી કાલ સુધી સ્થગિત
સભ્યોએ શપથ લીધા બાદ વિપક્ષનો હંગામો જોવા મળ્યો. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. શપથ બાદ જેવી કાર્યવાહી શરૂ થઈ કે વિપક્ષના સભ્ય અધ્યક્ષને કોઈ મુદ્દે નોટિસ આપવા માંગતા હતા. પરંતુ અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે કોઈ નોટિસ થશે નહીં. તેમણે કહ્યું કે આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી થઈ રહી છે. દરેક ચૂંટણી દેશમાં ઉત્સવ તરીકે ઉજવાય છે. આજે સદનની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવે છે. ત્યારબાદ કાર્યવાહી શરૂ થઈ પણ પછી આવતી કાલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
નવા સભ્યોએ લીધા શપથ
રાજ્યસભામાં આજે અનેક નવા સભ્યોએ શપથ લીધા. પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ, રાજીવ શુક્લા, શિવસેના નેતા સંજય રાઉતને સભાપતિ વેંકૈયા નાયડુએ શપથ લેવડાવ્યા. કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા અને પ્રમોદ તિવારીએ પણ આજે રાજ્યસભા સભ્ય તરીકે શપથ લીધા. પશ્ચિમ બંગાળના આસનસોલથી ટીએમસીની ટિકિટ પર સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા શત્રુધ્ન સિન્હાએ લોકસભામાં શપથ લીધા. સિન્હા પહેલા ભાજપમાં હતા ત્યારબાદ કોંગ્રેસ અને હવે ટીએમસીમાં જોડાઈ ગયા છે. આસનસોલ સીટ પર ભાજપના પૂર્વ નેતા બાબુલ સુપ્રીયો સાંસદ હતા. પરંતુ તેમણ સાંસદ પદેથી રાજીનામું આપ્યું અને ટીએમસીમાં જોડાઈ ગયા હતા. આથી આ સીટ ખાલી થઈ હતી.
સત્રની શરૂઆતમાં જાપાનના પૂર્વ પીએમને અપાઈ શ્રદ્ધાંજલિ
સત્રની આજે શરૂઆત થતાની સાથે જાપાનના પૂર્વ પીએમ શિંજો આબેને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. લોકસભામાં દિવંગત જાપાની પૂર્વ પીએમ શિંજો આબેના સંસદમાં તેમણે આપેલા ભાષણને યાદ કરાયું. 2021માં તેમને પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા હતા.
કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે આપી ઝીરો અવરમાં નોટિસ
કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલે રાજ્યસભામાં ઝીરો અવરની નોટિસ આપી છે. અગ્નિપથ સ્કિમ પર ચર્ચા માટે આ નોટિસ અપાઈ છે. ગોહિલે આ સ્કિમની તરત પાછી ખેંચી લેવાની સરકાર પાસે માંગણી કરી.