નવી દિલ્હીઃ વિપક્ષ અને સહયોગી શિરોમણી અકાલી દળના વિરોધ વચ્ચે કૃષિ સાથે સંબંધિત બે બિલ લોકસભામાં પાસ કરાવવામાં મોદી સરકારને સફળતા મળી છે. કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય બિલ, 2020 અને ખેડૂત ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ પર કરાર બિલ, 2020 ગુરૂવારે નિચલા ગૃહમાંથી પસાર થઈ ગયા છે. પરંતુ સરકારે નુકસાન પણ ઉઠાવવુ પડ્યું છે. શિરોમણી અકાલી દળમાંથી મંત્રી હરસિમરન કૌર બાદલે કેબિનેટમાંથી રાજીનામુ આપી દીધું છે. તેઓ ફૂડ એન્ડ પ્રોસેસીંગ ઉદ્યોગ મંત્રી હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, મોદી સરકારે કૃષિ ક્ષેત્ર માટે સૌથી વધુ બજેટની ફાળવણી કરી છે. તેમણે કહ્યું કે, વર્ષ 2009-10મા યૂપીએ સરકાર દરમિયાન કૃષિ મંત્રાલયનું બજેટ 1200 કરોડ રૂપિયા હતું અને હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તેને વધારીને  1,34,000 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. 


બિલના ફાયદા ગણાવતા નરેન્દ્ર સિંહ તોમરે કહ્યુ કે, બિલ ખેતીને નફામાં લાવનાર, ખેડૂતોને આઝાદી અપાવનાર છે. આ બિલથી ખેડૂતોને પોતાનો પાક કોઈપણ સ્થળે અને ગમે તે વ્યક્તિને વેચવાનો અધિકાર મળશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેનાથી ખાનગી રોકાણ ગામડા સુધી પહોંચશે અને રોજગાર વધશે. ખેડૂતો સારા પાક તરફ આકર્ષિત થશે. કૃષિ નિકાસને પ્રોત્સાહન મળશે. 


પીએમ મોદીએ કર્યું ટ્વીટ
 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube