Monsoon Session: ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું-ખેડૂતો માટે લાવ્યો છું સંદેશ
સંસદના ચોમાસુ સત્રનું પહેલું અઠવાડિયું ખુબ જ હંગામેદાર રહ્યું. આજે પણ શરૂ થયેલા બીજા અઠવાડિયાના પહેલા દિવસે બંને સંદનમાં ખુબ હોબાળો જોવા મળ્યો.
નવી દિલ્હી: સંસદના ચોમાસુ સત્રનું પહેલું અઠવાડિયું ખુબ જ હંગામેદાર રહ્યું. આજે પણ શરૂ થયેલા બીજા અઠવાડિયાના પહેલા દિવસે બંને સંદનમાં ખુબ હોબાળો જોવા મળ્યો. રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતા જ હંગામાને ભેટ ચડી ગઈ. વિપક્ષી સાંસદો તરફથી પેગાસસ રિપોર્ટને લઈને ખુબ હંગામો મચ્યો. ત્યાબાદ સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી. આ પહેલા આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્રેક્ટર પર સવાર થઈને સંસદ ભવન પહોંચ્યા.
લોકસભા 2 વાગ્યા સુધી સ્થગિત
આ ઉપરાંત લોકસભાની અને રાજ્યસભા એમ બંને સદનમાં કારગિલના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે કાર્યવાહીની શરૂઆત થઈ હતી. બંને સદનમાં વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂને ટોકિયો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ બદલ જીત પર શુભચ્છાઓ પાઠવવામાં આવી. ત્યારબાદ લોકસભામાં પણ હંગામો શરૂ થઈ ગયો અને સદનની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
સંસદ પરિસરમાં અકાલી દળ અને બસપા સાંસદોએ કૃષિ કાયદા વિરુદ્ધ પોસ્ટર લઈને નારેબાજી કરી અને વિરોધ પ્રદર્શન કર્યું. લોકસભામાં પેગાસસ રિપોર્ટને લઈને જોરદાર નારેબાજી થઈ. જેના પર સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે સરકાર તમને જવાબ આપવા માંગે છે પરંતુ તમે સાંભળવા તૈયાર નથી અને હંગામો મચાવી રહ્યા છો. ત્યારબાદ સદનની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. આ બાજુ રાજ્યસભામાં આજે હંગામાના કારણે ઝીરો અવર થઈ શક્યો નહીં.
Himachal Landslide: મોતની ગણતરીની પળો પહેલા ડૉક્ટર દીપાએ પોસ્ટ કરેલો PHOTO વાયરલ, જોઈને હચમચી જશો
આ બાજુ ચોમાસુ સત્ર વચ્ચે આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ત્રણ કૃષિ કયદાના વિરોધમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પરિસરના ગેટ સુધી પહોંચ્યા. ત્યારબાદ પોલીસે પાર્ટીના કેટલાક નેતાઓની અટકાયત કરી. રાહુલ એવા સમયે કૃષિ કાયદાના વિરોધમાં ટ્રેક્ટર ચલાવીને સંસદ ભવન પરિસર પહોંચ્યા કે જ્યારે ખેડૂતો જંતર મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
રાહુલ ગાંધી જે ટ્રેક્ટર ચલાવી રહ્યા હતાં તેના પર તેમની સાથે રાજ્યસભાના સભ્ય દીપેન્દ્ર હૂડા, પ્રતાપ સિંહ બાજવા અને પાર્ટીના કેટલાક અન્ય સાંસદો પણ બેઠા હતા. આ ટ્રેક્ટરની આગળ એક બેનર પણ લાગ્યું હતું જેના પર કિસાન વિરોધી ત્રણ કાળા કાયદા પાછા લો લખેલું હતું. કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધીની સાથે હાલના પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સૂરજેવાલા, પાર્ટીના રાષ્ટ્રીય સચિવ પ્રણવ ઝા, ભારતીય યુવા કોંગ્રેસના અધ્યક્ષ શ્રીનિવાસ બી.વી અને અન્ય કેટલાક નેતાઓની પોલીસે અટકાયત કરી.
રાહુલ ગાંધીએ નવા કાયદા વિેશે કહ્યું કે આ કાળા કાયદા છે અને સરકારે તેને પાછા ખેંચવા જ પડશે. સમગ્ર દેશ જાણે છે કે આ કાયદા દેશના 2થી 3 ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવાના છે.
ગત અઠવાડિયે પણ ખુબ હંગામો મચ્યો
ગત અઠવાડિયે પેગાસસ પ્રોજેક્ટ અને કૃષિ કાયદાના પગલે વિપક્ષી નેતાઓએ સદનની અંદર ખુબ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેના કારણે બંને સદનની કાર્યવાહી ખોરવાયેલી રહી. ત્યારબાદ સંસદની બહાર પણ વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી રાખી છે અને સતત પ્રદર્શન થઈ રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube