Himachal Landslide: મોતની ગણતરીની પળો પહેલા ડૉક્ટર દીપાએ પોસ્ટ કરેલો PHOTO વાયરલ, જોઈને હચમચી જશો

હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલનમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં એક જયપુર રહીશ આયુર્વેદ ડૉક્ટર દીપા શર્મા પણ હતા. દીપા પહેલીવાર એકલા મુસાફરી કરી રહ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ હતા.

Himachal Landslide: મોતની ગણતરીની પળો પહેલા ડૉક્ટર દીપાએ પોસ્ટ કરેલો PHOTO વાયરલ, જોઈને હચમચી જશો

શિમલા: હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં થયેલા ભૂસ્ખલનમાં 9 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ અકસ્માતમાં મૃત્યુ પામનારાઓમાં એક જયપુર રહીશ આયુર્વેદ ડૉક્ટર દીપા શર્મા પણ હતા. દીપા પહેલીવાર એકલા મુસાફરી કરી રહ્યા હતા. તેઓ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ હતા. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે કુદરતની જે ખુબસુરતી વિશે તેઓ સોશિયલ મીડિયા પર પરિવાર અને મિત્રોને જણાવી રહ્યા હતા તે પોસ્ટ તેમના જીવનની અંતિમ પોસ્ટ હશે. 

ભાઈએ શેર કરી જાણકારી
ડૉક્ટર દીપાના ભાઈ મહેશકુમાર શર્માએ તેમના મોત અને પ્રકૃતિ પ્રત્યે તેમના પ્રેમ અંગે ટ્વીટ કરીને દુખદ જાણકારી શેર કરી. તેમણે લખ્યું કે મારી બહેન દીપા 29 જુલાઈના રોજ તેના આગામી 38માં જન્મદિવસના અવસરે સ્પીતિ મુલાકાતે ગઈ હતી. તે આ ટ્રીપને લઈને ખુબ જ ખુશ અને ઉત્સાહિત હતી. આ મુસાફરી માટે તેણે નવો પ્રોફેશનલ કેમેરો અને સ્માર્ટ ફોન પણ ખરીદ્યો હતો. તેને પ્રકૃતિથી ખુબ જ પ્રેમ હતો. પરંતુ હવે તે પ્રકૃતિની ગોદમાં સમાઈ ગઈ છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે. 

આ હતી દીપાની અંતિમ પોસ્ટ
ગઈ કાલે રવિવારે કિન્નૌરમાં જ્યારે લેન્ડસ્લાઈડ થયો તો તેના થોડા સમય પહેલા જ દીપાએ ટ્વિટર પર પોતાનો ફોટો શેર કર્યો હતો. પોસ્ટમાં લખ્યું હતું કે હાલ ભારતના અંતિમ પોઈન્ટ પર ઊભી છું. જ્યાં સિવિલિયનને જવાની મંજૂરી છે. તેનાથી આગળ તિબ્બત છે. જેના પર ચીનનો કબ્જો છે. તેમના ચહેરા પર આ ટૂરની ખુશી સ્પષ્ટ જોવા મળી રહી હતી. આ બાજુ તેમના અચાનક નિધનથી સોશિયલ મીડિયા પર તેમના મિત્રો અને ફેન્સ ખુબ દુખી છે. 

— Dr.Deepa Sharma (@deepadoc) July 25, 2021

કુદરતી આફતમાં બધુ ખતમ થઈ ગયું
ગઈ કાલે એટલે કે રવિવારે બપોરે અચાનક સાંગલા-છિતકુલ રોડ પર પહાડ પરથી પથ્થર પડવા લાગ્યા અને તબાહી મચી ગઈ. તેના રસ્તામાં જે પણ આવ્યું તેના ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં એક પુલ, ત્યાં ઊભેલી ગાડીઓ કાટમાળમાં ફેરવાઈ ગઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news