સંસદ પર આતંકી હુમલાની 22મી વરસીના દિવસે લોકસભામાં એ વખતે અફરાતફરી મચી ગઈ જ્યારે વિઝિટર ગેલેરીમાંથી 2 વ્યક્તિ અચાનક નીચે કૂદ્યા. તે સમયે લોકસભામાં ભાજપના સાંસદ સ્વગેન મુર્મૂ પોતાની વાત રજૂ કરી રહ્યા હતા. યુવકોએ જૂતામાં કઈક સ્પ્રે જેવું છૂપાડીને રાખ્યું હતું. તેઓ સદનની બેંચ પર ઉછળકૂદ કરવા લાગ્યા અને આ દરમિયાન સદનમાં પીળો ગેસ ફેલાવવા લાગ્યો. સમગ્ર સદનમાં અફરાતફરીનો માહોલ થઈ ગયો અને પીઠાસીન અધિકારીએ સદનની કાર્યવાહીને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરી. ઘટના એ સમયે ઘટી જ્યારે લોકસભામાં ઝીરો અવર ચાલી રહ્યો હતો. એક સાંસદે આ અંગે જણાવતા કહ્યું કે અમે બધા સદનમાં બેઠા હતા. લોબીમાંથી એક છોકરો અચાનક કૂદ્યો. આ દરમિયાન તેણે જૂતામાથી કઈક પાઉચ જેવું કાઢ્યું. તેણે પીળા જેવો ગેસ છોડ્યો. ત્યારબાદ સાંસદોએ તેને પકડી લીધો. કેટલાકે તેને માર્યો. ત્યારબાદ સુરક્ષાકર્મીઓને સોંપી દીધો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે યુવકને સદનમાંથી બહાર લઈ જવામાં આવ્યો તો તેણે જૂતામાંથી પીળા રંગનો ધુમાડો નીકળતો રહ્યો. તેનાથી આજુબાજુ પીળો ગેસ ફેલાઈ ગયો. આ પીળો ગેસ કયા પ્રકારનો હતો અને કેટલો  ખતરનાક હતો, સુરક્ષામાં ગાબડું પાડવાનો હેતુ શું હતો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. વિઝિટર ગેલેરીમાથી કૂદનારા યુવકનું નામ સાગર શર્મા હોવાનું કહેવાય છે. 


યુવકોના હાથમાં હતું સ્મોક ક્રેકર
કોંગ્રેસ સાંસદ કાર્તિ ચિદમ્બરમે કહ્યું કે અચાનક લગભગ 20 વર્ષના બે યુવકો વિઝિટર ગેલેરીમાંથી સદનમાં કૂદ્યા અને તેમના હાથમાં સ્મોક ક્રેકર હતા. આ સ્મોક ક્રેકરથી પીળો ધુમાડો નીકળતો હતો. તેમાંથી એક અધ્યક્ષની ખુરશી તરફ ભાગવાની કોશિશ કરી રહ્યો હતો. કેટલાક નારા લગાવી રહ્યા હતા. ધૂમાડો ઝેરી હોઈ શકતો હતો. આ સુરક્ષાની ગંભીર ચૂક છે. ખાસ કરીને 13 ડિસેમ્બર કે જ્યારે 2001માં આ જ દિવસે સંસદ પર હુમલો થયો હતો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube